________________ બંધાતો જાય છે, આ બે વાસનાથી વાસિત થયેલો આત્મા ભયંકર પીડા પામે છે. માટે અનંતા ઓઘાઓ નિષ્ફળ ગયાદીક્ષાઓ નિષ્ફળ ગઈ. પરમાત્માની આ વાત પર આપણને આશ્ચર્ય નહીંથાય. વર્તમાનમાં આપણી આત્મ જાગૃતિ કેવી મંદ છે એવિચારો અને અનંત કાળની મોહની જે વાસના તે કેવી મજબુત છે, તેને તોડવાની છે. તત્ત્વથી પરમાત્માની વાતને વિચારશું તો ક્યાંયશંકાને સ્થાન નહીં રહે. મહોપાધ્યાયજીએ આગમમાં ડૂબકી મારીને તેનો નીચોડ આપણને આપ્યો. જો તત્ત્વજ્ઞાનથી આત્મા પરિણત ન થાય તો આ સંગવાસનાને તોડી તો નહીં શકે પણ વધારે મજબૂત બનાવીને ચાલ્યો જશે. પોતાના સ્વરૂપનો નિર્ણય અને રૂચિ થાય તોજ તત્ત્વજ્ઞાન છે. સ્વ-પરના ભેદનું જ્ઞાન થાય તો પણ તે “વિષયપ્રતિભાસ” જ્ઞાન છે પોતાનું સ્વરૂપ ન ગમે, વિષયો જ ગમે તો એનું જ્ઞાન “વિષયપ્રતિભાસ” થયું એટલે પુગલનાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શને અનુભવવાનું જ ગમે. કારણ રૂચિ “સ્વ” માં નથી એટલે “પર” પુદ્ગલમાં જ જવાની. કારણ રૂચિ એ આત્માનો સ્વભાવ છે. રૂપ, રંગ, ગંધ વિ. ને ન અનુભવવું એટલે શું? તેમાં ઉદાસીન પરિણામ થાય. પહેલાં તો એને ઈચ્છે નહીં એટલે તેનાથી વિરૂધ્ધ ધર્મનો સ્વીકાર કરે. શરીરમાં છે ત્યાં સુધી વ્યવહારમાં રહે, સંગમાં રહે પણ સંગમાં ભળે નહીં. માટે સાધુનો વર્ણ કાળો - ધોળા થઈને રહેવા જેવું નથી. આત્માને અનુભવવો હોય તો સંગ - શરીરથી રહિત બનવું પડે. જયારથી સાધુપણું સ્વીકારે ત્યારથી તે સુખની અનુભૂતિ કરવા માંડે. ઉદા. ગજસુકુમાલ મુનિ. દીક્ષા લીધી ત્યારથી જ પૂર્ણ એવા સુખને અનુભવ કરવાનો મનોરથ અને પૂર્ણ પ્રયત્ન તેથી અગ્નિ આત્માને બાળી ન શકી અને આનંદને ઝુંટવીન શકી. આવો પાવનકારી દીક્ષામાર્ગનેની વિરૂધ્ધ પણ પ્રરૂપણા. કરનારો વર્ગ છે કે દીક્ષામાં કાંઈ છે નહીં, સંગમાં રહો પણ રાગદ્વેષ ન કરો. તત્ત્વથી દઢ થઈને જો તમે નિર્ણય કરશો તો ઈંદ્રની પણ તાકાત નથી કે તમને ચલાયમાન કરે. તમે અમને સોંપ્યું અને પુસ્તકમાં રહેવા દીધું પણ જ્ઞાનસાર // 324