________________ નહતાં તેઓએ અપૂર્વ શ્રદ્ધાને કારણે ભલભલા બુદ્ધિ માનો ને પાછળ ઠેલીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ છે જિનપ્રણિત તત્ત્વ પરની શ્રદ્ધાનો પ્રભાવ! સામાયિક- સમતા એ જ તારો સ્વભાવ છે. એની માટે એને મગજમાં બેસાડવા માટે 14 પૂર્વોની રચના છે. એનાથી એ સિદ્ધ થાય છે કે જિનવચનને પરિણામ પમાડવું કેટલું દુષ્કર છે. એક દશવૈકાલિક સૂત્ર ઉપર શ્રી હરિભદ્રસૂરિજીએ જે ટીકા રચી છે તેના માટે કેટલું મોટું ખેડાણ કર્યું છે. આપણે કંટાળી જઈએ એટલે ગુજરાતીનો અનુવાદ વાંચી જઈએ. જિજ્ઞાસા નબળી છે માટે આવું થાય. માત્ર 6 માસનું પુત્રનું આયુષ્ય હતું તે જ્ઞાન દ્વારા જાણીને તેને સદ્ગતિનો ભાગી બનાવવા માટે આ ગ્રંથની રચના શ્રુત કેવલી સ્વયંભૂસૂરીશ્વરજી એ કરી છે. નૈદ વિિસ-પુત્રના કાળધર્મપછી આંખમાં હર્ષાશ્રુ આવ્યા ત્યારે સ્થવિરો એ પૂછ્યું કે કોઈ વખત નહીં અને આજે આંસુ કેમ? ત્યારે કહ્યું કે એ મારો પુત્ર હતો - એનું કલ્યાણ થઈ ગયું. જો તમને જણાવ્યું હોત તો તેની ભક્તિ આદિ કરત તો તેનું કલ્યાણ ન થાત. પાંચમા આરાના અંત સુધી આ એક જ આગમ રહેવાનું છે. જો મનકનું એનાથી કલ્યાણ થાય તો આપણું કલ્યાણ કેમ ન થાય? એ શ્રદ્ધા જોઈએ. સાધ્વીજી ભગવંતો ઉત્તરાધ્યયન-આચારાંગ અને દશવૈકાલિક આ ત્રણ આગમ ભણવાનાં જ અધિકારી છે તો એમને 45 આગમ ન મળ્યા એનો ખેદ ન હોય પણ આ આગમ એવા આત્મસાત્ કરે કે એના દ્વારા 45 આગમનો સાર દેવ-ગુઢ કૃપાથી જાણી - માણી શકે. એટલે તેઓને હતાશાન થવી જોઈએ. તમામ સંસારી આત્માઓ મોહને આધીન છે. મોહને ઉખેડીને કાઢવો પડે છે જે સત્તાગત મોહ છે તેને આધીન કયો આત્મા ન બને? જે આત્માએ આગમ રૂપી અરિસામાં પોતાની બુદ્ધિનો ન્યાસ કર્યો છે તેવા આત્માઓ મોહમાં મુંઝાતા નથી તેને આધીન થતા નથી. આત્માના સ્વરૂપનું શ્રદ્ધાન કરવું, એ દર્શન સ્વરૂપ છે, ઉપયોગ રૂપે જ્ઞાનસાર || 329