________________ તેમાં રહેવું તે જ્ઞાન છે અને તેમાં જ રમણતા કરવી એ ચારિત્ર છે. તે પ્રતિતી રૂપે કયારે બને? સર્વજ્ઞના વચનનું આલંબન લઈને આગળ વધીએ ત્યારે કેમ કે સર્વજ્ઞ જ સર્વ વસ્તુને જોનારા - જાણનારા ને કહેનારા છે. તે સિવાય કોઈ ન કહી શકે. માટે સર્વજ્ઞના સર્વજ્ઞપણા ઉપર વિશ્વાસ પ્રથમ જરૂરી છે. આત્માનું સ્વરૂપ અરૂપી છે, પૂર્ણ ઢંકાયેલું છે તો એની જાણ પણ કોણ કરી શકે? સર્વજ્ઞ જ જણાવી શકે. બાકી અવધિજ્ઞાની-મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનની પણ મર્યાદા છે, મતિ - શ્રુતજ્ઞાનની પણ મર્યાદા છે. એક કેવળજ્ઞાન જ અનંત છે. તેની કોઈ મર્યાદા નથી માટે સર્વજ્ઞ એવા કેવલિ ભગવંત જ વસ્તુનું યથાર્થનિરૂપણ સર્વરીતે કરી શકે માટે પ્રથમ તેમાં શ્રદ્ધા કરો અને જ્ઞાનનો ઉપયોગ પણ તે જ પ્રમાણે કરો. આપણું સ્વરૂપ તો પૂર્ણ ઢંકાયેલું છે એટલે અનુભવનો વિષય બની શકે એમ નથી માટે શ્રદ્ધાનો પરિણામ જ અપૂર્વ પ્રગટ થાય તો જ અનુભવનો વિષય બની શકે. આમાં યુક્તિ -પ્રયુક્તિ - હેતુ કોઈ કામ આવે તેમ નથી. અને એ શ્રદ્ધાના પરિણામમિથ્યાત્વના જવાથી જ થાય. જ્ઞાનનો ગમે તેટલો ઉઘાડ થાય તો પણ શ્રદ્ધા તો મિથ્યાત્વના જવાથી યા મંદ પડવાથી જ થાય અને તે માટે સ્વભાવ અને સ્વરૂપનો નિર્ણય જરૂરી છે. હું અરૂપી છું- રૂપી નથી જ, હું નિરાકાર છું - આકારવાળો નથી જ. આ જ સ્વરૂપને પકડીને ચાલો તો જ એની ફળશ્રુતિ આવે. હવે ત્યાં મોહનો પરિણામ ઉદયમાં ન આવે પણ આને માટે બાળકને જેમ કક્કો - બારાખડી ઘૂંટાવીએ છીએ તેમ વારંવાર ઘૂંટતા આત્મા અને આત્માના ગુણોનું સ્મરણ થશે જે અનાદિકાળથી વિસ્મરણ દશામાં છે અને તેને જ કારણે આપણું ભાવમરણ સતત ચાલુ છે. માટે કર્મો રૂપ ઉપાધિની ફરિયાદ મિટાવીને આત્માની યાદ સતત થશે તો જ આત્માના અપૂર્વ ગુણોની અનુભૂતિ અવશ્ય થશે જ તો પરંતુ પુદ્ગલનું વિસ્મરણ કરવું નહીં પડે પણ સહજ થઈ જશે. તે માટે હું આત્મ દ્રવ્ય છું, અક્ષય સ્વરૂપી છું, અરૂપી છું, અગુરુલઘુ જ્ઞાનસાર // 330