________________ અને અવ્યાબાધ છું. એનાથી વિપરીત સ્વભાવવાળો એ હું નથી. તે બધું કર્મકૃત છે. આમાં રૂચિનો પરિણામ પ્રગટી જતાં દેહ, આકાર પર ત્યાજ્ય બુધ્ધિ થવાથી આત્મ ઝંખનાનો પરિણામ ઊભો થાય. સ્વભાવમય બનવાની ઝંખના થાય. સ્વરૂપમય-સિદ્ધ સ્વરૂપમય બનવાની તાલાવેલી જાગે. “પરપરનો કર્તા પરિણામ બંધ થઈને “સ્વ”માં “સ્વ”નો પરિણામ પ્રગટી જતાં સ્વભાવમય બની જાય છે અને પર ઉપર નિઃસ્પૃહતાનો પરિણામ આવી જાય છે. સતત અભ્યાસ દ્વારા આ પરીણામ દેઢ થાય એના માટે જ જ્ઞાનીઓએ 6 - આવશ્યક કરવાના કહ્યા છે એમાં પણ સમતા - સામાયિક આવશ્યક પ્રધાન છે. તે આવ્યા વિના આગળ આગળના શિખરો સર થતા નથી અને આત્માનો અનુભવ જલ્દી કરવા માટે કાર્યોત્સર્ગ છે. ઘણીવારની મહેનત પછી વિજળીના ઝબકાર જેવી અનુભૂતિ થઈ જાય છે. ૧૦૦ખમાસમણ પછી કાઉસ્સગ્ન કરવાનો છે એટલે જે શ્રમ લાગ્યો હોય તે દૂર થઈ જાય. અને આત્મા કાયાથી નિરાળો બની જાય તેવી અનુભૂતિ અવશ્ય થાય. કારણ આ યોગાસન છે સર્વજ્ઞની બતાવેલી ક્રિયા છે. આમ આત્મ-સ્વભાવમાં જવા માટે આત્મા એ સતત આગમનું શ્રવણ કરવું જોઈએ તે માટે સત્સંગ કરવાનો છે 1) પ્રથમ આગમનો સત્સંગ કરવાનો છે જેનાથી કુસંગ દૂર થાય છે 2) બીજો સત્સંગ “આતમજ્ઞાની શ્રમણ કહાવે” - જે આતમજ્ઞાની છે અને આગમના જ્ઞાન દ્વારા વર્તમાનમાં જ્ઞાનનો અનુભવ કરે છે. તેનો સંગ કરવાનો છે. જેનો જેને રંગ તેમાં તે બીજાને મસ્ત બતાવે. પોતાનો ભક્ત બનાવે, ગુરૂનો, સમુદાયનો ભક્ત બનાવે. પ્રોજેક્ટોમાં ગોઠવી દે. પછી સંસાર લીલો ચાલે. જેને માત્ર આતમ-અનુભવનો રસ હોય તે મારા-તારામાં કયાંય ન પડે. ઉચિત વ્યવહાર જેટલો કરવો પડે તેટલો કરી લે. બાકી પોતાનામાં જ મસ્ત હોય. જે કાર્યો શ્રાવકોના છે તે બધા કાર્યો કરવાની હોંશ સાધુઓને થઈ જ્ઞાનસાર // 331