________________ છે. શાસનનું કામ કયારે કહેવાય? મારું પાટિયું લાગે છે તેમાં શાસનનું કામ છે તેમ ન કહેવાય પહેલાં જિર્ણોધ્ધારની મહત્તા કે નવા બનાવવાની મહત્તા? તમારું લક્ષ શું છે? તે જોવાનું છે. એક જણે પોતાનું સ્થાન કર્યું એટલે બીજો એનો પ્રતિપક્ષ તરત ત્યાં સ્થાન ઉભું કરી જ દે. એટલે શાસનનું જ કામ છે કે નહીં તેનો નિષ્પક્ષ નિર્ણય કરવો જ જોઈએ માટે કુસંગનો ત્યાગ થાય તો જ સત્સંગનો રસ લાગે જ અને એના દ્વારા તેને આ બધું અનિત્ય, અશરણ લાગતું જ જાય, પછી તેને બધું ઉદાસીન લાગે અર્થાતુ પોતે ઉદાસીન ભાવમાં વર્તતો હોય. તેમાંથી સહજવૈરાગ્ય પ્રગટ થાય અને પુદ્ગલના સંગમાં રહેલો છતાં તેનાથી વિરમી જાય. આત્મા સિવાય બીજાનો સ્પર્શ કરવો એ અશુચિ છે - તેનો વિચાર કરવો એ પણ અશુચિ છે. આવી વાત જિનશાસન સિવાય બીજે કયાંય નથી કરી. અશુચિ શા માટે? કારણ તેનાથી આત્માને કર્મબંધથવાનો છે. કર્મ બંધ દ્વારા તે ખરડાવાનો છે માટે અશુચિ કહી. માટે પરનો (પુદ્ગલનો) વિચાર, પરનો સ્પર્શ વિ. આત્માને આશ્રવરૂપ છે. તો સંવર શું? પોતાના સ્વરૂપને પકડીને તેમાં જ તન્મય થવું તે જ સંવર છે. કર્મોના ઉદયમાં આત્માને કયાંય મગ્નતા ન આવવી જોઈએ સ્વ-સ્વભાવમાં જ મગ્ન બનાય. આવી આત્માની પરિણતિ ઘડાય તો મોહ - ત્યાગ થાય. આ તેનો સચોટ ઉપાય છે. કર્મોનો જે ઉદય પછી તે પુણ્ય કે પાપ, અનુકૂળતા કે પ્રતિકૂળતા બધે જ આત્મા ઉદાસીન પરીણામ વાળો રહે. તે જ મોહનો ત્યાગ કરી શકે. 0 0 0 જ્ઞાનસાર || ૩૩ર