________________ નો અનુભવ નહીં થાય. કારણ “પર” નો અનુભવ કરવામાં આત્મા અનાદિથી પરિણત થઈ ચૂકેલો જ છે હવે એ “સ્વ” ને અનુભવવાનો નિશ્ચય ન કરે તો પર” માં તો એ અનુભવ કરી જ રહ્યો છે. આત્મા જ્ઞાનવાળો તો છે જ પણ તત્ત્વ જ્ઞાન છે તો જ્ઞાની છે. તત્ત્વજ્ઞાનથી રહિત છે તો તે મિથ્યાત્વી છે. જ્ઞાન ગુણ તો તાદામ્ય સંબંધવાળો છે, એટલે આત્મા કદી પણ જ્ઞાનના અભાવવાળો તો રહેવાનો જ નથી. અનાદિકાળથી આત્મા મિથ્યાત્વ સહિત છે. એટલે આત્મામાં સમકિતદબાયેલું છે. તેથી ચારિત્રપણ દબાયેલ છે. સંયમમાં આવવા માટે મિથ્યાત્વથી મુક્ત બનવું જ પડે. તો જ સંયમમાં આવે. સંયમનો અભાવ છે એટલે તેને સ્વરૂપનો અનુભવ નથી. એટલે નિયમા પર દ્રવ્યના અનુભવવાળો છે. આ વાતને મહોપાધ્યાય સાધુ સામગ્રી દ્વાદવિંશિકા માં જણાવી છે. “અનાદિકાલ અનુગતા, મહતિ સંગવાસના, તત્ત્વજ્ઞાન અનુગતયા દીસૈવ નિરસ્યતે.” કોની દિક્ષા સફળ થાય? આત્મા અનાદિકાળથી સંગવાસનામાં રહ્યો છે. પ્રતિ પત્તિા સંગમાં રહેવાનો ભાવ અને સસંપ્રતિ રિા સંગથી છૂટી જવાનો ભાવ.દીક્ષા ધર્મએ શું છે? સંગથી છૂટા થવાની ક્રિયા કરવી તેનું નામ દીક્ષા તારીને, સાક્ષી - સંગની વાસનાને છોડે છે તે પોતાના આત્માને અભયદાન આપે છે. સંગની જે વાસના અનાદિથી છે તેથી તેનાથી તે વાસિત થયેલો છે તેથી તેનામાં સતત ભય રહ્યો છે. શરીરનો જે સંગ એની વાસનાથી ગ્રસિત થયેલો છે માટે તેને ભય છે. તેજસ-કાશ્મણ તો સાથે જ છે અને ત્રીજા શરીરને ધારણ કરે છે. હર ભવમાં નવું શરીર ધારણ કરે છે, ને છોડે છે. નવું શરીર ધારણ કરે ત્યારથી તેનામાં મમતા થાય છે એ સંસ્કાર અનાદિકાળથી આત્મામાં ચાલુ છે. વધારેમાં વધારે ભય ને મમતા શરીર પ્રત્યે જ છે. શરીરના કારણે આત્માને વફાદાર રહી શકતા નથી. શરીરની ગાઢ મમતા અને શરીરવાળા સાથે મારાપણાનો સંબંધ જ્ઞાનસાર || ૩ર૩