Book Title: Gyansara Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 327
________________ ગુણસ્થાનક સુધીનો નિષેધ નથી કર્યો. ઓછા દ્રવ્યથી - એક દ્રવ્યથી તપ કર્યો પણ અપેક્ષા ઓછી ન થાય. મને આ દ્રવ્ય મળે તો સારૂં હું બીજું કાંઈ વાપરતો નથી તો આટલું પણ એ બરાબર નથી કરી શકતા. આ બધા અપેક્ષાના પરિણામોને પકડતા આવડવું જોઈએ અને તે પરિણામને કાઢવાના છે. બીજાને બરાબર પીરસે છે ને મને કોઈ પૂછતું પણ નથી આવા ભાવ ન થવા જોઈએ. રાગ-દ્વેષનો ત્યાગ કરવાનો છે તો તપનો પરિણામ થાય. તને આ જ દ્રવ્યની અપેક્ષા શા માટે છે? તેનાવિના બીજા દ્રવ્યથી ચાલશે? આત્માને પૂછો તો બધા સાચા જવાબ મળશે. મોહઆપણી પાછળ પડ્યો છે માટે સિંહવૃત્તિ કેળવવાની છે. સિંહ આગળ જાય ને પાછળ જોતો જાય તેમ આપણે પણ કરવાનું છે તો જ મોહપકડાશે. જિનાગમરૂપી અરીસામાં જેઓ સુંદર આચારો જોઈ રહ્યા છે અને તે જ જેને કિંમતી લાગ્યા છે, તેઓ “પર”માં મોહ ને પામી શકતા નથી અને સ્વભાવમાં રમણતાની રૂચિના લક્ષવાળા જ તેઓ બની ગયાં છે. મારે મારા સ્વભાવને અનુભવવો જ છે તો મોહ સહજ છૂટતો જશે. તે મોહને છોડવાનો ઉપાય મહર્ષિ બતાવે છે. તે માટે સ્વરૂપ-રમણતાનું લક્ષ અને તેનું સ્મરણ સતત થવું જોઈએ. “જો થાય સ્વરૂપનું સ્મરણ, તો થાય મોહનું વિસ્મરણ.” આત્મામાં રૂપનો વિકાર થવાથી અરૂપી દ્રવ્યનું વિસ્મરણ થાય છે. દિવસમાં એક વાર પણ યાદ આવે છે. મોહ જ પકડાઈ જાય છે. જ્ઞાનનો સ્વભાવ-રૂપી - અરૂપી બંન્નેને જાણી શકે તેથી જો રૂપી તરીકે જાતને જાણીએ તો મોહને માટે માર્ગ સરળ બની જાય છે અને જો તેમાં મોહ ભળ્યો તો જ્ઞાન અશુદ્ધ થયું. જ્ઞાન અશુદ્ધ ન થાય તે માટે અરૂપી એવા આત્માનું સ્મરણ કરવાનું છે. માટે જ જ્ઞાનીઓએ પ્રભુ-દર્શનનો વ્યવહાર મૂકેલો છે. પણ વર્તમાનમાં તત્ત્વની સાત્વિક જીજ્ઞાસા ન રહી અને અહિતને કરનારી એવી રાજસ અને તામસ જીજ્ઞાસા ઉભી કરાવી છે. કયો આત્મા અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવાને યોગ્ય છે? અપુનબંધક દશામાં આવેલા આત્મામાં સાત્ત્વિક જિજ્ઞાસા શરૂ થઈ જ્ઞાનસાર || ફરક

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334