________________ શ્રાવક વિરતા વિરત છે. સમય અનેક વિઘ્નોથી ભરેલો છે. કાળ મર્યાદિત છે. સાધુ માટે વિદ્ધ નથી. એને માત્રનિર્ણયની જ જરૂર છે. ગમે તેવી સ્થિતિમાં સાધુ મોજ માણી શકે છે. ઈન્દ્રો પણ તેને નમે - ચક્રવર્તી પણ તેને વંદન કરે અને એ જ ભાવના ભાવે કે હું પણ કયારે મુનિ બનીને મોક્ષ માટેની સાધના કરીશ. ગમે તેવા રોગો આવી જાય, પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય પણ સાધુ “સ્વ” ની મસ્તીમાં જ હોય. પણ જેને “સ્વ” માં રૂચિ નથી એ પરમાં જ જશે. માત્રવ્યવહાર કરશે. નામથી, વેશથી, આકારથી એ પોતાની જાતને મોટી માનશે. ઘણા શિષ્યોના ગુરૂ છે ને? મુનિ જ્ઞાનાદિ પંચાચારમાં જ ઉપયોગવાળો હોય આત્મામાં ચરે તે આચાર્ય. વ્યવહારથી આચારમાં હોય - નિશ્ચયથી સ્વસ્વભાવમાં રમતાં હોય. આચાર રૂપ સાધન દ્વારા ગુણોની રમણતા કરવાની છે માત્ર સાધનામાં નથી રહેવાનું. સીડીનું કાર્યમાત્રટેકો આપવાનું ઉપર ચડી ગયા પછી સીડીની જરૂર નહીં. સાધન દ્વારા આત્મામાં પ્રવેશ કરવાનો છે પછી સાધનની જરૂર નહીં. વ્યવહાર વિના ચડાશે નહીં. યોગ રૂપી સાધન દ્વારા જ ઉપયોગમાં જવાનું છે. અંદરના સુખ વૈભવનો - તેના અનુભવનો લક્ષ આવે તો જ 14 ગુણકે પહોંચી શકે. જેને માત્રક્રિયાઓ કરી સંતોષ માની લેવો છે તે ત્યાં સુધી નહીં પહોંચી શકે. આનંદ એ અંદરમાં જ છે, પરમાં આનંદ છે જ નહીં. બહાર શોધો તો કયાંથી મળે? કૂતરો ગમે તેટલું હાડકું ચૂસે એમાંથી એને રસ નહીં મળે. પણ હાડકું મજબૂત છે અને કૂતરાનું પેઢું નબળું છે એટલે એમાંથી લોહી નીકળ્યુંને એનો રસ જીભ પર ગયો તેથી કૂતરાને ભ્રમ થયો કે રસહાડકામાંથી મળે છે તે જ રીતે જગતના જીવોને પણ પરમાં સુખની ભ્રાંતિ છે. આત્મા મૂળમાં તો સુખનો જ અર્થ છે. દુઃખ તો જોઈતું નથી તેથી સ્વ સુખની સમજ નથી. માટે એ પરમાં જ સુખની ભ્રાંતિ કરે છે. આત્મામાં રહેલો જે પરમાનંદ છે તેને પ્રાપ્ત કરવા પંચાચારનું પાલન ફરજીયાત છે માટે જ સમગ્ર આગમ પંચાચારથી સમાયેલું છે. પંચાચાર એટલે જ આત્માના જ્ઞાનાદિ પાંચ ગુણ. આત્માના ગુણોને પ્રગટ જ્ઞાનસાર // ૩ર૧