Book Title: Gyansara Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 323
________________ કરી એને ભોગવવાનો લક્ષ નથી તો માત્ર વ્યવહારથી શુભ પ્રવૃત્તિના કારણે પુણ્યબંધ થશે. પણ નિર્જરા નહીં થાય. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે “નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરી છે, જે પાળે વ્યવહાર, તે પુણ્યવંતા પામશે જી, ભવસમુદ્રનો પાર.” જેણે પોતાનો ગુણ વૈભવ જાણ્યો નથી, અને જેને પોતાનો ગુણ વૈભવ ગમ્યો નથી તેની દૃષ્ટિ બહારનાં વ્યવહારમાં જ જશે. જો એની પાસે આટલા ભક્તો છે, આટલા શિષ્યો છે, અમારી પાસે ગાડી ન હોય પણ ગાડીવાળાની સંખ્યા વધારે હોય. મુનિની પાસે રાજા આવે, ચક્રવર્તી આવે કે સામાન્ય માણસ આવે તો પણ એને બધા સમાન છે. સમતારસનાં પાનમાં છે. ગરીબ આવે તો એનું મોઢું બગડે નહિ અને તવંગર આવે તો એ આનંદમાં ન આવે. જીવને જીવ તરીકે અને અજીવને અજીવ તરીકે જાણે. આવી સાધના કરવાની છે. જગતની ઘટનામાં પોતે છલાઈ ન જાય, લેવાઈ ન જાય, સંયોગને સંયોગરૂપે અને વિયોગને વિયોગ રૂપે જુએ. चर्मचक्षुभृतःसर्वे,देवाचावधिंचक्षुषः सर्वतर्चक्षुषः सिद्धाः साधवः शास्त्र चक्षुषः / સાધુ શાસ્ત્રો દ્વારા જુવે, દેવો અવધિજ્ઞાનથી જુએ અને સિદ્ધો કેવળજ્ઞાન દ્વારા જુએ. સાધુ જગતને ચર્મચક્ષુથી જોનારાનહોય. પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યને વિશે આત્મા મોહ પામતો નથી. મોહ માત્ર પુદ્ગલ દ્રવ્ય સંબંધી જ થાય. સ્વદ્રવ્ય વિશે મોહ થવો સંભવિત જ નથી. પર દ્રવ્ય વિષે જે આત્માનેનિશ્ચય થયો નથી તે જ આત્મા મોહ કરે છે. આગમમાં જ પોતાની બુદ્ધિનો ન્યાસ કર્યો છે તેવા આત્માઓ પર’ દ્રવ્યમાં મોહ પામતા નથી. મોહએશું છે? “પર” દ્રવ્યમાં સુખ દુઃખનો અનુભવ થાય છે તે મોહનો પરિણામ છે. “પર” દ્રવ્યનું જ્ઞાન થવું એ મોહનો પરિણામ નથી પણ રતિ-અરતિનો પરિણામ એ મોહ છે. આત્માનો સ્વભાવ છે અનુભવ કરવાનો પરનો કરતો હોય તો “સ્વ” જ્ઞાનસાર || ૩રર

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334