________________ સુખને ભોગવે છે તે વાત ચાલે છે. આત્મામાં અનાદિકાળથી મોહ પડેલો છે અને અનાદિ કાળથી અનંત સુખ આત્મામાં પડેલું છે. જેઓ મોહ હટાવી શકતા નથી તેઓ આરોપજન્ય સુખ ભોગવે છે. જેઓએ આત્માનું સહજ સુખ અનુભવ્યું છે તેઓને આરોપિત સુખમાં કોઈ સુખ કહે તો તેઓને આશ્ચર્ય લાગે છે કે કયાં આત્માનું સહજ સુખ અને કયાં આરોપિત સુખમાં માનેલું સુખ કે જે અત્યંત પીડાજનક છે. માટે જ તેઓને બાહ્ય જગતમાં રસ નથી હોતો પણ તેમને આંતરમસ્તીમાં અને જિનવચનમાં રમણતા હોય છે. કોઈ પણ કાળમાં જિનવચનનો સ્વીકાર દુર્લભ જ છે કારણ લોક એનાથી વિપરીત જ છે. આખો સંસાર ધન પર જ છે કોઈ વ્યક્તિની પાસે અબજોનું ધન હોય અને પોતાની માલિકીનું છે તો તે વખતે હું સુખી છું એવો અનુભવ કરી રહ્યો હોય. માન કષાયનો ઉદય છે તેથી પોતે ધનવાન છે, બીજા કરતા મોટો છે એવું માને છે. સમ્યદૃષ્ટિ પાસે આવું ધન હોય તો તે ઉદાસીન પરિણામવાળો થાય. કારણ ધન આત્મા માટે અનર્થનું કારણ છે. જયાં સુધી એ છે ત્યાં સુધી બીજા પાપો તો થશે જ. રાગ અને લોભ સતત રહ્યા કરે, ચિંતા - ભયવિ. રહ્યા કરે. પરિગ્રહ નામનું પાપ તો એમને લાગી જ ગયું. માલિકી છે એટલે પાપ લાગે. પુણ્ય એ જ મોટો પરિગ્રહ છે. પરિગ્રહનું પરિમાણ કર્યું તો જેટલું પરિમાણ કર્યું તેમાં જેટલું છોડ્યું તેના પાપથી તમે બચી જાઓ છો. લોભનો ઉદય એ ભયંકર છે. ઈચ્છા કરો ત્યારથી જ પાપ શરૂ થઈ જાય. આત્મામાં મુમુક્ષુભાવની સ્પર્શના ન થઈ તો જગતને છેતરીને મહામાયા કરીને પાપ થાય, ધર્મના બહાને, શાસન પ્રભાવનાના બહાને પોતાની વાત ચાલે. પોતાની પ્રભાવના થાય બીજો સંસાર અહીંથી શરૂ થાય છે. છોકરાને પણ મોહથી ધન ન અપાય. એને ધર્મ પ્રત્યે અભાવ ન થાય માટે ઔચિત્ય વ્યવહાર કરાય. મોહથી આપ્યું તો તમે ધર્મને સમજ્યા જ નથી પોતે પરિગ્રહને પાપ માને છે તો પાપ છોકરાને અપાય? તો તમને એમના આત્માના હિતની ચિંતા નથી પણ ઊંડે ઊંડે મોહ પડ્યો હોય તો બધું ચાલ્યા જ્ઞાનસાર // 317