________________ તીર્થંકરના આત્માઓ છદ્મસ્થ અવસ્થામાં વિરાગની મસ્તીમાં હોય. ભોગનાં યોગમાં પણ વિરાગમાં રમતા કર્મની નિર્જરા કરે ભોગાવલી કર્મ ભોગવીને પણ તેમણે બધો જ સંગ તજી અને પરમ તત્ત્વ એવા કેવળજ્ઞાનને આત્મ-પુરૂષાર્થથી પ્રાપ્ત કર્યું. આવા સર્વજ્ઞ પરમાત્મા પર આપણને આદર - બહુમાન કેમ નથી? કેમ કે “તત્ત્વથી તેમના આંતર સૌંદર્યને જાણ્યું જ નથી. નહીંતર તેમના પર આદર આવ્યાવિના ન રહેતા અને તો તત્ત્વના રહસ્ય સુધી પહોંચી શકતા હોત. આપણી દૃષ્ટિ સર્વજ્ઞના કહ્યા પ્રમાણે સમ્યક ખુલે તો જ પરમાત્મા પ્રત્યે પ્રીતી પ્રગટે. મોહનો ત્યાગ વિના આત્મસુખનો અનુભવ થઈ શકે નહીં. આત્મામાં જ સુખ છે તેની બહાર એક પણ વસ્તુમાં સુખ છે જ નહીં એવો નિર્ણય થવો જોઈએ. આપણને પરનાં સંયોગમાં જ સુખની ભ્રાંતિ છે અને એટલે જ એને છોડવાની વાત આવે ત્યારે આપણે ત્યાં એક મોટી હલચલ મચી જાય છે. માટે પ્રથમ શ્રદ્ધાથી સ્વિકાર. પછી દિક્ષ સિધ્ધિ | જો તત્ત્વથી નિર્ણય કરી સમજણ પૂર્વક પરનો ત્યાગ કર્યો તો આત્મસુખ પ્રાપ્ત થવાનું જ છે. પણ હજી થતું કેમ નથી? કેમ કે હજી તેનું અર્થીપણું જાગ્યું નથી. યોગી મહાત્માઓને આત્મામાં જ સુખની રૂચિ ઉત્પન્ન થઈ છે, તેથી તેઓ આત્મ-સુખના અનુભવ માટેની પ્રવૃત્તિ કરે છે. દેવો છે આપણા કરતાં પરમ સુખી પણ ઔદાયિક ભાવના સુખને તેઓ છોડી શકતા નથી - આ તેનું પરમ બંધન છે. દેવોને ઈચ્છા થાય જે સુખની -તે સુખ તે રીતે તેમનામાં પરીણમી જાય. ન ખાવાની પંચાત, ન પચાવવાની મહેનત કે ન કાઢવાની મહેનત.અનુત્તરદેવોને 33 હજાર વર્ષે ખાવાની ઈચ્છા થાય છે. ઈચ્છા થાય પછી તે રહી શકતા નથી. તેને વિરતી નથી જયારે મનુષ્ય ઈચ્છાનિરોધ કરી શકે છે. તેની પાસે વિરતી રૂપ ધર્મ છે, દેવોને ઈચ્છા મુજબ આહાર પુદ્ગલોનું પરિણમન થાય ત્યારે આહારતૃપ્તિનો ઓડકાર આવે. જ્ઞાનસાર // 315