________________ કરે. જે પોતાની મિલ્કત છે તેનું ટ્રસ્ટ કર્યું ને પછી દીક્ષા લે તો તે પણ ન ચાલે. આ પરિગ્રહ છે, પરિગ્રહ છૂટ્યો નહીં માટે કાં પાછા ગયાને કાંપડ્યા. જીવતો ત્યાં જ રહે ભલે પછી ધર્મના કાર્યો કરે એ પણ ન ચાલે. મિથ્યાત્વના બે પ્રકાર પાડ્યા છે. 1) બાહ્ય મિથ્યાત્વઃ સુદેવ-સુગુરૂ - સુધર્મને ન માનવાને તેમના સિવાયને માનવા તે બાહ્ય મિથ્યાત્વ છે અને તેથી તે આ લોકમાં નિંદાને પાત્ર બને છે. 2) અત્યંતર મિથ્યાત્વઃ સુખને સુખ ન હોવા છતાં માનવું લાગવું આ પાછું દેખાય નહીં અને મોટાભાગના લોક મિથ્યાત્વમાં ફસાયેલો છે. લોકમાં પણ ચાર પ્રકારના સુખ મનાય છે. (1) વિષયનું સુખ, મનગમતું ભોજન મળ્યું તો તે પોતાની જાતને સુખી માને છે. (2) અભાવનું સુખ,ધન -પુત્રવિ. નથી અને તે મળ્યું તો પોતાને સુખી માને. (3) વિપાકનું સુખ. પુણ્યના ઉદયથી મળતી અનુકૂળ સામગ્રીથી સુખી માને. આ ત્રણ પ્રકારના સુખ લોકમાં સુખ તરીકે મનાયા છે અને (4) ચોથું મોક્ષનું સુખ. જિનશાસનમાં આ ત્રણેને દુઃખરૂપ જમનાયું છે. પુ રૂ પુણ્યના ઉદયને દુઃખરૂપ કોણ માને છે? સમકિતદૃષ્ટિ જ માને તે સિવાયના કોઈન માને. બાકીનાને તો વિષયાદિ સુખની ઈચ્છા હોય, ૪થા નંબરે મોક્ષનું સુખ. એને જ જિનશાસનમાં માન્ય કરાયું છે તે સિવાયના ત્રણ સુખને સુખન કહ્યા. જે અંશમાં હોય તે પૂર્ણતામાં આવી શકે છે. જે આત્મા તત્ત્વને સમજ્યા નથી, તે જ ક્ષણિક સુખની પ્રરૂપણા કરે છે. પણ તે સુખ નથી જ. જો ક્ષણ માટે પણ સુખ હોય તો તે પુર્ણતામાં આવે જ. તત્ત્વનોવિપર્યાસ એ જ મોટું મિથ્યાત્વ છે એ ન છૂટે ત્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ પણ ન થાય અને પ્રરૂપણામાં પણ. બાહ્ય મિથ્યાત્વના ત્યાગની પ્રરૂપણા જોરદાર થાય ત્યાં ભાર દેવાય છે ફળ બતાવાય છે તેનાથી લોકોમાં આદર આવે છે અને ધર્મ કરવા માટે પ્રેરાય છે. પણ આ જ મોટું મિથ્યાત્વ છે. ધર્મતત્ત્વથી સમજાવાય તેના ફળથી નહીં. જ્ઞાનસાર // 318