________________ આવા સુખી દેવો પણ મનુષ્ય જન્મની ઝંખના કરે છે અને ઈન્દ્ર જેવા પણસિંહાસન પર બેઠા બેઠાવિરતિધરોને નમસ્કાર કરે છે, કેમ કે આત્મસુખનો જે અનુભવ અહિં વિરતિધર કરે છે તેની પાસે આ દેવલોકના સુખ પણ તુચ્છ છે. સમ્યગુદૃષ્ટિ દેવો આ જાણે છે અને તેથી જ તેઓ મનુષ્ય જન્મને ઈચ્છે છે. આત્મામાં સુખ અહીં જ મળી શકે છે. ઈચ્છા એ મોહનો પરિણામ છે માટે ઈચ્છા એ જ પાપ છે. મોહનો પરિણામ એ ભાવવંદના રુપ છે. ઈચ્છાનો ત્યાગ થાય તો જ સમતાનો પરિણામ ઉદ્ભવે, તો જ આત્મગુણોના વેદનમાં લયલીન બની જવાય. આ જ રીતે યોગી સહજ સુખને અનુભવે છે. “ઈચ્છા રોધે સંવરી - પરિણતી સમતા યોગે રે, તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે.” જે યોગીઓ વાસ્તવિક સુખને વર્તમાનમાં ભોગવી રહ્યા છે તેઓને માટે આ જગતના જીવો કેવા સુખી તેવું આકર્ષણ કયારેય થતું નથી કેમ કે તે સમજે છે કે આ જીવો પરના ભોગવટા દ્વારા મહાપીડાને ભોગવી રહ્યા છે. | સર્વપરાધીનતા, અપેક્ષા આત્મામાંથી નીકળી જાય ત્યારે જ આત્મા સ્વ” નું સુખ ભોગવી શકે છે. કર્તાપણું નીકળી જાય એ પરપણું છે અસલી વાત સમજાતી નથી અને નકલીથી ટેવાઈ ગયા છીએ ને તગડા બની ગયા છીએ. આત્મા પર જે મોહનું આવરણ છે તેને પુરૂષાર્થ દ્વારા આત્માએ હટાવવાનું છે. પછી આત્માનું સુખ આત્માને મળ્યા જ કરે. જે સાધુ ગૃહસ્થની પંચાતમાં પડે તે બોધિદુર્લભ થયા વિના ન રહે. “સ્વ” માં સુખ અને પરમાં પીડા આ પ્રતિતી કરી લે એટલે સાધુ માટે બધી સુખની સામગ્રી તૈયાર જ છે. મોહનાં વનમાંથી નીકળી હવે એ નંદનવનમાં આવ્યો છે. બાર વર્ષ સુધી સાધુએ , માત્ર સૂત્રોને જ કંઠસ્થ કરવાના છે અને આત્મસાત્ કરવાનાં છે. ઊંઘમાં પણ એની પરાવર્તના ચાલ્યા કરે આવી સ્થિતિ સાધુએ નિર્માણ કરવાની છે. યોગીઓ કેવા પ્રકારના સુખને ભોગવે છે અને ભોગીઓ કેવા પ્રકારના જ્ઞાનસાર // 316