________________ સ્વભાવ સન્મુખ છીએ. આપણે આપણા સ્વભાવમાં રહીએ તો પુગલને પુગલ સાથે બંધાવાની પ્રક્રિયા બંધ થઈ જાય પછી તો નિર્જરા જ ચાલુરહે. ક્રિયારૂપ વ્યવહાર ધર્મમાં જ્ઞાનાદિ ગુણ રૂ૫ ભાવપ્રાણ ન જોડાય તો એ લુખો ધર્મ અને અર્થાત્ દ્રવ્યધર્મબને. આવશ્યક એ અવશ્ય કરવા યોગ્ય છે ને સદા કરવા યોગ્ય છે પ્રતિક્રમણનો અર્થ જ એ છે કે સ્વભાવની જે મર્યાદા હતી તેને ઓળંગી ગયો તો તેને પાછા ફરવાનું આવે. નિશ્ચયથી આત્મામાં પ્રતિક્રમણની ક્રિયા થશે ત્યારે જ તે શુદ્ધ થશે. બહાર ગયો એટલે જ આશ્રવમાં ગયો એટલે પાછા સ્વભાવમાં આવવાનું છે. સવારમાં પ્રતિક્રમણ કરવું એ સ્થાપના છે કે હવે આખો દિવસ પ્રતિક્રમણ કરવાનું છે, બહારમાં જવાનું નથી. ગયા તો તરત પાછા વળો - પ્રતિક્રમણ ચાલુ રાખવાનું છે કે મારાથી કયાં પાપ થઈ ગયું? મારે પાપને છોડવાના છે. પશ્ચાતાપ - પાછા પાપ - પાછો પશ્ચાતાપ એમ કરતાં ક્ષાયિક ભાવ પ્રગટી જાય - પછી પાપ આત્મામાં રહે જ નહીં. આવશ્યકમાં રમતાં રમતાં એક દિવસ કેવળજ્ઞાન પ્રગટી જાય ને આવશ્યક છૂટી જાય. આત્માને શુદ્ધ બનાવવાની પ્રક્રિયા એક મનુષ્યભવમાં જ સુલભ છે. દેવ - નારક માં તે શક્ય નથી અને તિર્યંચમાં સામગ્રી યોગ વિ. મળવું બહુ દુર્લભ છે પૂર્ણ શુદ્ધિ એક મનુષ્યભવમાં જ શક્ય છે. સંસારી આત્મા પ્રાયઃ ઉપાધિ વગરનો નથી પણ તેને ઉપાધિ ઉપાધિ રૂપ લાગતી નથી. ઉપાધિ એ માનસિક પરિણામ છે. ઉપાધિ તાદાભ્ય રીતે આત્મા સાથે નથી તેથી ઉપાધિની હાજરીમાં જો આત્મા પોતાનું સામર્થ્ય બતાવે છે તો તેમાં ઉપાધિ નડવાની પણ નથી, જો ઉપાધિને સંયોગ ભાવે છોડી દીધી હોય અને સ્વ' ના ગુણોને તાદાસ્ય ભાવે પકડી લીધાં હોય તો ઉપાધિ રહી શકે નહિ. જ્ઞાનસાર || 312