________________ હવે જો આત્મા માની લે કે.... 1) દળિયાનું ભેગું થવું એ પુદ્ગલ (આયુષ્યના) 2) દળિયાનું પરસ્પર બંધાવું તે સ્કંધ. 3) દળિયાનું ભેદરૂપે છૂટા થવું એ પુદ્ગલ. આ બધી પ્રક્રિયા તારા સ્વભાવની વિરૂધ્ધની છે તો શું કામ તું એમાં મુંઝાય છે. જો તેને પોતાના નહીં માનીએ તો ભય નામનો મોહનો પરિણામ આપણામાંથી નીકળી જાય. સ્વરૂપના નિર્ણય દ્વારા આત્માના અસ્તિત્વનો નિર્ણય થાય. તે સમ્યકત્વનો પ્રથમ પાયો છે. જે થાય છે તે કર્મોમાં થાય છે તેને તેમાં કંઈ થવાનું નથી અને આ જ ધર્મ કરવાનો છે. જીવે મોહના પરિણામ રૂપે ન થવું પણ પોતાના સ્વભાવ પ્રમાણે જ થવું. સર્વજ્ઞ પ્રમાણે જેટલો નિર્ણય દેઢ તેટલો આસ્તિક્યનો નિર્ણયદેઢ, સમનો પરિણામ આવે છે. ज्ञानीनां नित्य आनंद एव वृद्धि रेव तपस्वीनाम् જ્ઞાનીઓનો આનંદ પરિણામ તો સદાયે વૃધ્ધિને પામતો રહે છે અને તપસ્વીઓને તો વિશેષ આનંદનું કારણ બને છે. જ્ઞાન સાથે તપભળવાથી કર્મો વિશેષ નિર્ભરે છે તેથી વિશેષ અનુભૂતિઓ થાય છે. પુદ્ગલરૂપ ઉપાધિ આવવાથી કેવળજ્ઞાન આવરીત થઈ ગયું છે. તેને દૂર કરવા મિથ્યાત્વ દૂર કરવું પડશે. વર્તમાનમાં જીવની મલિન અવસ્થા છે. ઘાતી કર્મના ઉદયથી આત્માના સ્વભાવ પર આવરણ અને અઘાતી કર્મના ઉદયથી સ્વરૂપ પર આવરણ આવી ગયું છે. તો તે આવરણને દૂર કરવા - અર્થાત્ દોષો દૂર કરવા મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમથી મતિ - શ્રુતજ્ઞાન ના જે અંશો ખુલ્લા થયા છે, તેને અવધારણ કરી સર્વજ્ઞ કથિત માર્ગે આગળ વધે છે તેમ તેમ સ્વભાવના આવરણો દૂર થતા જાય છે અને તેટલે અંશે આત્મામાં. કેવળજ્ઞાનનો પ્રકાશ પથરાતો જાય છે અને તે જ મતિ-શ્રુતજ્ઞાનમાં જો મોહન ભળેલો હોય તો શુધ્ધ જ્ઞાન દ્વારા સમ્યગું દર્શન ગુણ પ્રગટ થાય છે. અરૂપીનો તો અંશ પણ ખુલ્લો નથી અઘાતી કર્મથી સંપૂર્ણ અવરાયેલો છે પણ સર્વજ્ઞ જ્ઞાનસાર || 310