________________ રહ્યો છે તેના એક પ્રદેશનો આનંદ લોકાકાશમાં ન સમાય તેવો હોય છે, તેની ખાત્રી થવી જોઈએ. ખાત્રી થાય, રૂચિ થાય, પ્રતિતી થાય, તો આપણો જન્મ સફળ થઈ જાય. જ્ઞાનસાર ગ્રંથ અને દેવચંદ્રજી મ.સા.ની ટીકાએ બેનો સમન્વય એક અણમોલ રત્ન છે. એ રત્નને પારખવાનો ગ્રંથ છે. આત્માની અનુભૂતિનો ગ્રંથ છે. આપણે અર્થપણું પ્રગટાવીએ તો આત્માનો નિર્ણય આ ગ્રંથ દ્વારા થઈ શકે છે. જેમ રત્નોને પણ પારખવાવિશિષ્ટ ગ્રંથો રચાયા છે. “રત્નપરીક્ષા” નામનો ગ્રંથ યતીમહારાજે શાંતિદાસ ઝવેરીને આપ્યો હતો. તેના દ્વારા એમણે અકબર બાદશાહે બતાવેલા રત્નની ખરી કિંમત કહી ત્યારે અકબરે પૂછયું કે તમને આ કઈ રીતે ખબર પડી? ત્યારે તેમણે આ ગ્રંથની વાત કહી અને અકબરે એમને પોતાના દરબારમાં સ્થાન આપ્યું ને અમદાવાદમાં નગરશેઠ ની પદવી આપી અને એમણે શત્રુંજય પરદીવાલ ચણાવી અને પોતાની લાગવગના કારણે તીર્થની રક્ષા કરી અને ખૂબ શાસન-પ્રભાવના કરી. જેમ તમને જાણ છે કે બેંકમાં પૈસા પડ્યા છે તો તમને આનંદ થાય છે તે જ રીતે પોતાનામાં કેવળજ્ઞાન છે તેનો આનંદ માણવાનો છે. સમ્યગુદૃષ્ટિને સંવેગ અને નિર્વેદ બનેહોય. આત્મ ગુણોની સંપત્તિ છે તેનો આનંદ છે અને તે જ સંવેગ છે. અને છે તેને વર્તમાનમાં ભોગવી નથી શકતો તે સંપત્તી ગિરવે મૂકાયેલી છે (કર્મોને હવાલે).કર્મતમને જેટલું આપે તેટલું જ લેવાનું. કેવળજ્ઞાન છે તેમાંથી તેણે તમને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે પણ અલ્પ ક્ષયપક્ષમ રુપે આપ્યું. પોતાનું હોવા છતાં બીજા પાસે કરગરવાનું છે હવે જો બહાદુર બનીએ તો મતિને શ્રત રૂપ જે મૂડી આપણી પાસે છે તેના દ્વારા વેપાર કરીને આપણી કેવળજ્ઞાનની મૂડી આપણે લઈ લેવાની છે. જ્ઞાન / દર્શન / ચારિત્ર / તપની સહાયલઈને આત્મવીર્ય-અપૂર્વવર્યફોરવીને પોતાની સંપત્તિ મેળવી લેવાની 4 થે ગુણ સ્થાનકે આત્મા અપૂર્વકરણ કરીને દર્શન મોહનીયને જ્ઞાનસાર || 308