________________ ખપાવીને સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને ૮મે ગુણ સ્થાનકે શ્રેણિ માંડે અને અપૂર્વકરણ કરીને મોતને ખતમ કરે. બધી જ સાધના માત્ર એક જ અંતઃમૂહુર્ત માટે કરવાની છે. સમકિતની પ્રાપ્તિ માટે પણ અંતઃમૂહુર્ત અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ એક જ અંતઃમૂહુર્ત કાફી છે. પોતાનામાં કેવળજ્ઞાન છે. સંતોષનો પરિણામ છે. પુર્ણ તૃપ્ત છે. આ પોતાનો સ્વભાવ છે પણ જયાં સુધી આ નિર્ણય નથી ત્યાં સુધી બહાર તૃપ્ત થવા જાય છે, અને બહાર એ તૃપ્ત થઈ શકતો નથી અને ભયંકર પીડા પામે છે. શેરડીનો રસ પીધો તો તૃપ્ત થઈ ગયા, મિષ્ટાન્ન વાપર્યું તો તૃપ્ત થઈ ગયા એવું તો બનતું નથી ને અગ્નિ વધારે પ્રજવલિત બને છે પણ આત્માનો પોતાનો સ્વભાવ તો કોઈ પણ દ્રવ્યની સહાય વિના જ પોતાનામાં તૃપ્ત થઈ જવાનો છે. આહારાદિ વાપરવાનો જે પણ વ્યવહાર કરવાનો છે તે સમાધિ માટે કરવાનો છે પણ તેમાં તૃપ્તિ માનવી તે મહામિથ્યાત્વનો પરિણામ છે અને તેમાં અનુબંધ પાપનો જ પડે છે. કોઈપણ પર વસ્તુ જોઈતી જ નથી તેવો આત્માનો પરીણામ એ જ તૃતિ. ઉપવાસને દિવસે ઘણી વખત ઘણાંને વગર ખાધે-પીધે તૃપ્તિનો આનંદ આવે છે, અઠ્ઠમ-અઠ્ઠાઈ વિ.માં ઘણાં આત્માને એવું જ થાય બધું જ કાર્ય કરે છતાં ઉપવાસ કર્યો છે એની ખબર ન પડે. તપ સાથે જયારે જ્ઞાન ભળે ત્યારે આત્મ-રમણતા અલગ જ હોય. તે જ પરમ-તપ છે. સર્વજ્ઞના વચન દ્વારા સ્વભાવ અને સ્વરૂપ દ્વારા આપણને આ પ્રતીતિ થઈ જાય તો આગળ આરાધના કંઈક અલગ પ્રકારની જ થાય. તેમાં ઉલ્લાસ અપૂર્વહોય. * "મૃત્યુના ભયને દુર કરવાનો ઉપાય." અક્ષય, અરૂપ, અગુરૂ લઘુ, અવ્યાબાધ સુખ એ આત્માનું સ્વરૂપ છે. એના પ્રતિપક્ષ રૂપે કર્મજન્ય ઉપાધિ આવી. અક્ષયની સામે આયુષ્ય કર્મઆવ્યું. આત્મા અમર છે પણ મૃત્યુનો ભય આવ્યો, એટલે સતત ભયમાં જ રહ્યા કરે. જ્ઞાનસાર // 309