________________ આપણું શરીર નક્કર કેમ નથી? પરમાત્માની આજ્ઞાનું વહન બરાબર કરતાં નથી. શરીરને શક્તિ પ્રમાણે શ્રમ આપીએ તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ પરમાત્માની એક આજ્ઞાનું પાલન-ચાલીને જવું છે એ કર્યું તો એક માં અનેક લાભ થાય અને એક ગેરલાભમાં અનેક ગેરલાભ થાય. વર્તમાનમાં ઘણું બધું ગુમાવે ત્યારે અનુકૂળતા ભોગવવા મળે છે. પુણ્યના યોગે શરીર સારું મળ્યું તો તપ, જપ, સ્વાધ્યાય અને અપ્રમતપણે ક્રિયા કરવામાં તેને લગાડો તો શરીરનો વ્યય કર્યો કહેવાય. આપણે માત્ર ધનનો સદ્વ્યય કરવામાં જ સમજયા. આમ પુણ્યના યોગે મળેલી વસ્તુને ભોગવવી નહીં પણ તેનો વ્યય કરવો. માત્ર સમજણ જ ફેરવવી પડે, કાયાનું મમત્વ તોડવું પડે. જે આત્માને પર્યાય રૂપે સચિદાનંદ જાણે છે પણ સચિદાનંદ-સ્વરૂપ,નિર્મળ એવા પોતાના આત્મ સ્વરૂપને પોતાનું જાણતો નથી એના જેવો બીજો કોઈ મુર્ખ નથી. જે તમારૂં નથી, તમારી સાથે આવવાનું નથી તે બધામાં આખું જીવન પુરૂ કર્યું, અને જે કરવાનું હતું તે ન કર્યું અને મરણને શરણ થયા માટે મુર્ખ કહ્યાં. આ બધું જોવા છતાં હે જીવ! તારી દૃષ્ટિ કેમ ખુલતી નથી !!! ખાણમાં ન હોય તે માટી વિ. થી લેપાયેલો હોય તેને કોણ પારખી શકે? ઝવેરી સિવાય કોણ પારખી શકે! ઝવેરી રત્ન-પારખુ હોય તો તે તેની બરાબર કીંમત આંકી શકે છે. ભરવાડ તેને શું સમજે? તે જ રીતે આપણે પણ જયાં સુધી ઝવેરી ન બનીએ ત્યાં સુધી જે રત્ન રૂપ મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે તેની કિંમત આંકી ન શકીએ. જ્ઞાનવરણાદિ કર્મોનું આવરણ આવી ગયું છે તેથી કેવળજ્ઞાન રૂપ રત્નનો ઝળહળતો પ્રકાશ આવતો બંધ થઈ ગયો છે. પૂર્ણ આનંદ, કેવળજ્ઞાનનો ઝળહળાટ છે. ઝવેરીની વિશેષતા ત્યારે જ કહેવાય કે પત્થર ને એ હીરામાં ફેરવી દે અને તેનો ઝળહળાટ પ્રગટ થાય. તે જ રીતે આપણે પણ સર્વજ્ઞના વચન દ્વારા આત્માની અંદર સાક્ષાત કેવળજ્ઞાન રૂપ રત્નનો પ્રકાશ ઝળહળી જ્ઞાનસાર // 307