________________ મુક્ત થવાનું છે. હું બધા પર પર્યાયોથી રહિત છું, તેવો સ્વીકાર થાય, રૂચિ થાય, તો જીવ જીવ દ્રવ્ય માટે જીવશે કઈ જાતિ છે તે પ્રશ્ન ગૌણ બનશે. અનુકંપાની . અંદર જાતિ શબ્દ ન આવે તો જ નિર્જરા થશે, તેવો શુદ્ધ પરિણામ આવશે. શક્તિ અને તાકાત હોય તો “સ્વ-પર”ની પીડાને દૂર કરવાનો પ્રયાસ કરશે. પીડા પામતા જીવદ્રવ્ય ને પીડા અપાય નહીં. તે પીડા દૂર કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરાય. અનુકંપાનો ભાવ તો આત્મામાં જીવતો-જાગતો જોઈએ. દરેક જીવને એકેન્દ્રિયથી પંચેન્દ્રીય સુધીના તમામ જીવોને સમાન ભાવથી જુએ. એ જીવ છે અને સત્તાએ સિદ્ધ છે માટે મારાથી એ જીવને પીડા કેમ અપાય? આપણે જગતના જીવોને કર્મજન્ય ઉપાધિ રૂપમાન્યા? આપણી જાતને તો આપણે હલકી માની અને તેઓને પણ હલકા માન્યા. એકેંદ્રિય જીવ પર આપણું બહુમાન કેટલું? બાહ્ય ભાવથી જ દરેક જીવને આપણે તોલીએ છીએ તેને પરમેશ્વર સ્વરૂપન માનતા પામર સ્વરૂપે માનીએ છીએ આથી સિદ્ધત્વને તો આપણે ભૂલી જ ગયા. આપણે આપણી જાતને બાહ્ય ભાવથી જ તોલીએ દીન-હીન-એકલપણું કેમ અનુભવીએ છીએ. “પર”પર્યાય ની ઝંખના અને તે ન મળતાં આપણે દીન-હીન બની જઈએ છીએ. અમારી પણ એવી જ દશા થાય જો “પર” (પુગલ ને) ને મહત્વ આપીએ તો. અમારે શિષ્ય પરિવાર ન હોય, વિદ્વાન હોઈએ પણ ખુણામાં બેઠા હોઈએ, કોઈ પૃચ્છા ન કરે તો અમે પણ દુઃખી થઈશું. આ પણ ઉપાધિ જ છે. જેમ ઉધઈ લાકડાને ફોલી ખાય તેમ જીવને જો આ ઉપાધિઓ વળગે તો ફોલી ખાય. તે અંદરથી પીડાતા હોય. જ્ઞાનીને પણ આ ઉપાધિ વળગી ગઈ તો તે દ્રવ્યથી જ્ઞાની છે માટે તો મહો. યશોવિજયજી મહારાજે ગાયું કે “ગઈ દીનતા અબ સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં.” મારો આત્મ સ્વભાવ આ જ મારું સર્વસ્વ છે તે મળ્યા પછી મને હવે બીજું કાંઈ જોઈતું નથી. –એ સિવાય બીજુ ઈચ્છવું તે આર્તધ્યાન ઢપ છે. દીનતા એ આર્તધ્યાનનું લક્ષણ છે. આત્મા સિવાય ઈચ્છેલું પોતાને ન મળ્યું જ્ઞાનસાર || 305