________________ 0 મોક્ષની મુસાફરીમાં દેવલોકવિશ્રામ સ્થાનરૂપ કોને? અનુત્તરવાસી દેવો સમ્યગુદૃષ્ટિ છે. અનંતાનુબંધી 4 અને 3 દર્શન મોહનીય નો ક્ષયોપશમ છે. તેથી તે જીવો તે તે સુખોમાં આસકત્ત થતા નથી માટે જ ત્યાંથી મનુષ્યભવમાં આવી મોક્ષમાં જાય છે આમ સુખોમાં આસક્તિ નહોવાના કારણે તે સુખો સંસાર-વૃદ્ધિના કારણ રૂપ બનતા નથીતેમાં ઉદાસીન ભાવે છે અને જિન-પ્રણિત તત્ત્વમાં જ રમણતા કરે છે આમ દેવલોક એ તેમના માટે વિશ્રામ-સ્થાન છે. પુગલના સંયોગમાં યોગના કારણે આત્મા રહે છે. જયાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાય નથી તો યોગમાં રહેવા છતાં આત્મા સ્વભાવમાં રહી શકે છે. અર્થાત્ આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી નિરાળો રહી શકે છે. પુર્ણાનંદને માણી શકે છે. પણ સ્વરૂપને નથી માણી શકતો. પણ જયારે આયુષ્ય પૂર્ણ થઈ જશે એટલે શરીરનો સંયોગ સદા માટે છૂટી જશે એટલે પૂર્ણ સ્વરૂપ સહજ પ્રગટ થઈ જશે. મોહ નથી એટલે એને બાધકતા નથી. * “એકેન્દ્રીયાદિ સમુદ્ઘિમ ભવ શા માટે પ્રાપ્ત થાય?” જેમ જેમ આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો પરિણામ વૃદ્ધિ પામે તેમ તેમ આત્મા ભાન ભૂલે, અને તેથી પંચેન્દ્રીયથી - એકેંદ્રિય સુધીમાં જીવને જવું પડે છે અને સંયોગોની સાથે ભાન ભૂલતાં ભૂલતાં એકમેકતા થઈ ગઈ તો એકેન્દ્રિયાદિ સંમૂચ્છિમ અવસ્થામાં કર્મસત્તા મોકલી આપે છે. જ્ઞાન સામૂચ્છિમ (મૂઢ) બન્યું તો જીવને એકેન્દ્રિય અને વિકલેંદ્રિયની મન વગરની અવસ્થા પ્રાપ્ત થાય છે. દેવશર્માને ગૌતમ સ્વામી પ્રતિબોધ કરવા ગયા. પ્રભુએ સામેથી મોકલ્યા. તેનો પુણ્યોદય કેટલો કે પરમાત્માને અંતિમ સમયે દેવશર્મા યાદ આવ્યો. સાથે પાપોદય પણ કેટલો કે તે ગૌતમસ્વામીનો વિનય-બહુમાન નથી કરી શક્યો. કેમ કે પત્નિના રાગમાં ગળાડૂબ હતો. ગૌતમ સ્વામીના શબ્દોની અસર ન થઈ માટે કાન ગયા. આંખ પત્નિને જોવામાં હતી તેથી આંખ ગઈ જ્ઞાનસાર || 303