________________ સ્વભાવમાં ન હોય ત્યારે નવા કર્મો બાંધે. ઉદય આવવો એ આપણા હાથની વાત નથી પણ ઉદયમાં નવા કર્મો બાંધવા કે ન બાંધવા એ આપણા હાથની વાત છે માટે જ સળગતા શરીરમાં પણ મહાત્માદાજ્યા નહીં તો કર્મોનિર્જરી ગયા ને નવાન બંધાયા, આત્મામાં અનંતવીર્ય છે, માટે સમતામાં રહી શક્યાં. જયારે રોગચાળો ફાટયો હોય ત્યારે તે બધાને નથી થતો જેની પ્રતિકાર શક્તિ જોરદાર હોય તેને નથી થતો. તે જ રીતે અનંત-વીર્ય શક્તિ છે, તેના કારણે બધું જ શક્ય બની શકે છે. આત્મા ધારે ત્યાં બધું જ કરશે કે નહીં ધાર્યું હોય ત્યાં જરા પણ સહન નહીં કરે. જે આત્માને સ્વભાવ અને સ્વરૂપની રૂચિ નથી - આરાધના બધી જ કરતો હોય, પૂજા, સામાયિક, સ્વાધ્યાય વિ. અભવિ પણ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જોરદાર પ્રરૂપણા કરે પણ પોતાના આત્મ ગુણોની રૂચિ થતી નથી. બોધ થવો એ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે તેના કારણે લાભ ન થાય પણ રૂચિ થવી તે દર્શન - મોહનીયનો ક્ષયોપશમ છે. અને રૂચિ પ્રમાણે આત્મવીર્યને તે પ્રમાણે પ્રવર્તાવવું, તે ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય. આત્મવીર્ય - મોહના વિચ્છેદમાં પ્રવર્તમાન થાય ત્યારે લાભ થાય. યોગમાં અપ્રમત્તપણે કાઉસ્સગ્ગ વિ. કરી શકે તેવીર્યાન્તરાયના ક્ષયોપશમથી થાય, તે માત્ર દ્રવ્યથી અપ્રમત્ત છે પણ ભાવથી અપ્રમત્ત ન થાય તો ત્યાં સુધી લાભ થઈ શકતો નથી. “હું બરાબર છું” - “મારી ક્રિયા બરાબર છે.” - એ જ મોહનો પરિણામ છે તે માનને લાવે છે. ક્રિયાની સ્થિરતા થઈ પછી તેના ઉપયોગમાંથી છૂટીને હવે મોહ કયાં ભળી રહ્યો છે તેને જુઓ. ઉદયગત મોહનિષ્ફળ કરશો તો નિર્જરા થશે. ચિત્ત સદા પોતાને અનુકૂળ શું? અને પ્રતિકૂળ શું? અને તે કઈ રીતે મળે અને કઈ રીતે ટળે? તેની શોધમાં ભમતુ હોય, ઊંઘમાં આ ધારા ચાલુ હોય, અને તે જ્ઞાનસાર // 301