________________ ફરે એવું બને પણ વૃત્તિ તો ફરી જ જાય. મન ત્યાં નિરસ બની જશે. જીવને પરમાં સુખ લાગશે ત્યાં સુધી જ મન તેમાં દોડશે પરમાં જયારે નિઃસારતા લાગશે - તે કચરાપેટી લાગશે તો મને ત્યાંથી પાછું વળી જશે. આ - શરીરમાં ઉપરની ચામડી કાઢી નાંખવામાં આવે તો શરીરમાં કાંઈ જ સારભૂત દેખાશે નહીં. * “સાચો જ્ઞાની કોણ?” ચામડીએ આત્માનું અતિ નિર્મળ, સહજ સૌંદર્યને ભૂલાવી દીધું છે. અજર-અમર એવો આત્મા, અનુપમ સુખને વરેલો એવો આત્મા, વર્તમાનમાં એનું સુખ અનુભવી શકાય એવો આત્મા છતાં મોહને કારણે અસાર એવી કાયામાં સાર માનીને ભોગ ભોગવે છે. રાગ જડને પકડનારો છે. તીવ્ર રાગ મોહાંધ બનાવે છે. જ્ઞાની તે છે જે પોતાના અસ્તિતત્ત્વને ન ભૂલે. જે સદા તમારી સાથે રહેનાર છે તેને તમે કેમ ભૂલો? તે સિવાયની બધી વસ્તુ- બધો સંગ ઉપાધિને જ આપનાર છે. સકલ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ” જગતમાં જે કાંઈ પાપો થાય છે તેના કેન્દ્રમાં શરીર જ છે. બધો જ આરંભ - સમારંભ આ કાયાને માટે જ થાય છે. નવી પરણેલી કન્યાનું મન જેમ એનાપતિમાં જ રહે છે પછી તે તમામ કાર્યો ભલે કરતી હોય પરંતુ મનમાં તો તીવરાગ થી પતિદેવ જ બેઠા હોય. તેમ જ્ઞાની પોતાના અસ્તિત્વને કદી ન ભૂલે. જેમ સર્પનું પાલનખને આપનાર, મોતને આપનાર થાય છે તેમ આ શરીરનું પાલન - આપણા માટે અનંત દુઃખનું કારણ છે. જેમ સર્પ આપણો વૈરી બનવાનો છે તેમ આ કાયાનું પાલન પણ વેરી બની આરંભ-સમારંભને કારણે દુર્ગતિમાં ધકેલી દેશે માટે આ કાયાની માયા છોડો! (શરીરને કસવાનું છે - તગડું કરવાનું નથી.) જ્ઞાનસાર // 299