________________ આ શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે માટે જ “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઔર ન ચાહું કંત” તે જ આત્મા સાથે રહેનાર છે માટે જ “રીઝયો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત આતમ દેવને જ રીઝવવાનો પ્રયત્ન કરવાનો છે તેના સિવાય બધી ઉપાધિ લાગશે તો છૂટી જતા વાર નહીં લાગે કેમ કે આત્મા પરમ સ્વાર્થી છે. સત્ય સમજાતા અસત્યને છોડતા વાર નહીં લાગે. સાધુને રૂપ પરાવર્તન કરવાનું છે. મુમુક્ષુ તે જે પોતાની માલિકીનું નથી તે બધું છોડવા તૈયાર થઈ જાય. આત્માએ તપ ઘણો કર્યો પણ શરીરની મમતા ગઈ નહીં માટે આરાધનાનિષ્ફળ ગઈ. સાધુ શું કરે? એ તો હવે શરીર સાથે યુધ્ધ કરવા તૈયાર થઈ જાય. જેટલું કામ લેવાય તેટલું લે અને ખબર પડે કે હવે આ કાયા કામ આપે એમ નથી તો ગુરૂ નિશ્રાએ અનશન લઈ એને “વોસિરે-વોસિરે” કરી દે. જગતના જીવોને પીડા આપનાર કોણ છે? આ વરણી એવી કાયા છે. આ કાયાને માટે જગતનાં મોઢા જોવા પડે છે. આ બધી ઉપાધિન જોઈતી હોય તો એક જ નિર્ણય કરવા જેવો છે કે “આત્માસ્ફટિક જેવો નિર્મળ છે” પૂર્ણ સુખથી ભરેલો છે, આનંદમાં રમમાણ છે, પણ કાયા રૂપ ઉપાધિને કારણે ભ્રમમાં પડ્યો છે. મનુષ્યભવમાં આવ્યા છીએ તો આ ભ્રમને દૂર કરી આત્માની રૂચિ કરીને તેમાં જ પુરૂષાર્થ કરી લેવાનો છે. તો આ ભવમાં નહીંતો ૬-૭ભવમાં તો અવશ્ય છૂટી જશે. શક્તિને ગોપવ્યા વિના કાર્ય કરતાં જાઓ તો દિવસે દિવસે શક્તિ વધતી જશે. થોડું છોડશો તો વધારે છોડવાની શક્તિ મળશે અને એમ કરતાં કરતાં ઉપાધિપૂર્ણતયા છૂટી જશે. જે વર્ણના પુષ્પાદિ સ્ફટીક આગળ આવી જાય તેવદિવાળા સ્ફટિક બની જાય છે. પુષ્પાદિમાંથી પરમાણુ નીકળીને સ્ફટિક પર લડ્યા તેના કારણે - તેવા વર્ણની ભ્રાંતિ આત્માને થાય છે. એવો જ સમગ્ર વ્યવહાર જગત સાથેનો આપણો ચાલે છે. રૂપની ભ્રાંતિ થાય છે. આપણને ભાન હોય કે મારા આત્માનો આ સ્વભાવ નથી - હું અરૂપી છું. તો મોહ ન ભળવાથી કર્મ ન બાંધે પણ જ્ઞાનસાર // 300