________________ વાસ્તવિક આત્મ-સ્વરૂપ ભૂલી ગયો. આમ જીવને શરીર અને આત્મા જુદા છે તેવું ભેદ-જ્ઞાન થયું નહીં અને એવું ભ્રમ જ્ઞાન જ થયું. “શરીર એ જ હું છું. આત્માનો ભમવાનો સ્વભાવ નથી પણ ભ્રમના કારણે ભમવાના સ્વભાવવાળો બન્યો. આ જયાં સુધી આત્માને સમજાશે નહીં ત્યાં સુધી “સ્વમાં રમણતા” પ્રાપ્ત થશે નહીં. આપણે મન દ્વારા સર્વત્ર ભમ્યા કરીએ છીએ. જો મન જ્ઞાનનું સાધન બને છે તો તે આનંદ સ્વરૂપ બને છે અને જેનું મન પુદ્ગલમાં ભ્રમિત બને છે તો તે વેદના સ્વરૂપ પીડા સ્વરૂપે પરીણમે છે. આપણામાં જે તૃષા છે તે સુખની છે એટલે સુખ માટે દોડે છે. આત્મા પરમ આનંદથી ભરેલો છે. સુખથી પૂર્ણ ભરેલો છે માટે એને સુખની જ ઈચ્છા છે તે સિવાય બીજી કોઈ તૃષા એમાં આવવાની નથી. પરંતુ મોહ ભળ્યો એટલે એને સુખ બહાર જ દેખાય છે. કસ્તુરી મૃગની ઘૂંટીમાંથી સુગંધ આવે છે છતાં એને એ ભાન નથી અને તેથી સુગંધ મેળવવા બહાર - જંગલમાં ભટક્યા કરે છે તેમ આપણામાં જ સુખ છે તે નિશ્ચય નથી થયો તેથી બહાર ફાંફા મારીએ છીએ. * “આત્મા સ્વાભિમુખ કેમ બનતો નથી ?" આપણા આત્માએ આજ સુધી આત્માવિષે સાંભળ્યું ઘણું, હું આત્મા છું, વ્યવહારથી સ્વીકાર્યું પણ ખરું, પણ આત્માની પ્રતિતીના સ્તર પર આ નિર્ણય ન થયો. જો આ નિર્ણય થઈ ગયો હોત તો શું થાત? તો આત્મગુણોની રૂચિ થયા વિના ન રહે. બે વસ્તુનો નિર્ણય થશે. 1) પરમાં સુખ નથી 2) અને પીડા જ છે. આ પ્રતિતીના સ્તરથી થાય તો નિકાચિત કર્મનાં ઉદયે પુદ્ગલ સંયોગ છોડી ન શકે એ બને ખરું. અને પરાણે પ્રવૃત્તિ કરવી પડતી હોય તો તેમાં ઉદ્વેગ - પશ્ચાતાપ વિ. જોવા મળે. કોઈ વ્યક્તિ દોડીને જાય, કોઈ વ્યક્તિ ઘસડાઈને જાય. પરાણે ઘસડાતો - ઘસડાતો જતો હોય તો દશા કેવી હોય? પરાણે કરવું પડતું હોય તો કેટલી ઉદાસીનતા હોય, પશ્ચાતાપ હોય પ્રવૃત્તિન જ્ઞાનસાર // 298