________________ પરમાત્માએ પુણિયા શ્રાવકની સામાયિકના વખાણ કર્યા. દેશવિરતીના જે પરિણામ છે તેવા પરિણામ એમનામાં પરમાત્માને દેખાયા માટે પ્રશંસા કરી. શરીર જેને ઉપાધિરૂપ લાગે છે એવો આત્મા હવે “કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ સુજ્ઞાની” કાયાનો ભાવ છે જેનામાં તેને “બહિરાત્મા કહ્યો. કાયાથી છૂટવાનો ભાવ નથી, ઉદ્વેગ નથી, કાયા પર જ બહુમાનભાવ છે તેને બહિરાત્મા કહ્યો. - કાયાથી જલ્દીથી છૂટું. કાયાએ પર-પુગલ છે માટે એના સુખ મારે ભોગવાય નહીં કેમ કે એ સુખ પણ માત્ર પીડાને જ આપે છે આમ કાયામાં જે સાક્ષી ભૂત થઈ ઉદાસીન પરિણામે રહે તો તેનો નંબર અંતરાત્મામાં લાગે. આત્મા જયારે સાધનામાં સિદ્ધનાં સ્વરૂપને પકડે છે કે હું મારું સ્વરૂપ સિદ્ધ, બુદ્ધ, નિરંજન - નિરાકાર છે, તો તેનું મન કાયામાંથી નીકળી જાય છે અને સાધનામાં આગળ વધે છે માટે “નમો પદ માં પણ એ જ મુક્યું. હું કાંઈ નથી - મારું કાંઈ નથી. આ જ પરમાત્માની આજ્ઞા છે કે તું તારા સ્વભાવ પ્રમાણે પરિણમી જા. મિથ્યાત્વછૂટે નહીં, મારૂં-મારું કર્યા કરવું છે ને ધર્મ કરવો છે તો કઈ રીતે પત્તો ખાય? સરળ બની જાઓ, માર્ગ- સાચો આ જ છે અને એ રીતે જ મારે સ્વીકારવાનો છે આજે નહીં તો કાલે ત્યારે જ ઠેકાણું પડશે. નહીંતર જાત માંદી પડશે એની સાથે પોતે પણ માંદો પડી જશે. પણ આ બધાને ઉપાધિરૂપ માનો તો જગત આખું બગડી જાય તો પણ તમને કાંઈ નહીંથાય. નહીંતર માત્ર કલ્પના કરીને તમે બગડી જશો. માટે જ પરમાત્માએ કેવું સુંદર નિદાન કર્યું કે તમામ રોગોના મુળ તરીકે મિથ્યાત્વ છે. આ આખો ગ્રંથ, આગમનો સાર, જ્ઞાનનો નિચોડ એ જ જ્ઞાનસાર છે. કર્મ સંયોગથી કાયાનો આરોપ થયો અને આત્મામાં ઉપાધિ આવી. આત્મા અરૂપી ને કાયા રૂપી. બંન્ને વિરૂધ્ધ - સ્વભાવવાળા ભેગા થયા આથી આત્મામાં મોહ ભળવાથી તે પુદ્ગલ સ્વરૂપ ને પોતાનું માનવા માંડ્યો અને પોતાનું જ્ઞાનસાર || 297