________________ જ રાખવાનો છે. જો સમૂહમાં ધ્યાન રાખવા જશો તો આત્માને બગાડશો. જેમ રેલવેના પાટા આગળ જતા ભેગા થઈ જતા દેખાય છે તેમ માનીને વ્યવહાર કરો તો તે ખોટો જ થવાનો અને તેને કારણે નુકશાન થવાનું. તે જ રીતે આપણો બધો જ વ્યવહાર વર્તમાનમાં ખોટી રીતે ચાલે છે. નિઃસંગ બન્યા વિના આત્મગુણમાં પ્રવેશ પમાશે નહીં. ગમે તેટલી ધર્મની આરાધના કરો તો પણ ધર્મ નહીં થાય માટે જ પરમાત્માએ કહ્યું છે “મિચ્છુ પરિહરહ”. ભગવાને પાયો જ આબતાવ્યો છે આ બરાબર સમજાશે તો જ ભ્રાંતિથી છૂટા થવાશે. આપણને જે સંગ લાગેલા છે કાયા, કુટુંબ, પરિવાર, સ્વજનવિ. ઉપાધિ રૂપે લાગે નહિ ત્યાં સુધી ધર્મની સાચી આરાધના થઈ શકશે નહીં. સંગ છોડ્યા વિના ધર્મનો વ્યવહાર થશે પણ ધર્મ નહીં થાય-અનુભૂતિ નહીં થાય. સમૂહમાં “સામાયિક” પણ કરો તો પણ “વોસિરામિ” શબ્દ બોલવા દ્વારા સંગને છોડવાનો જ છે તો જ તેમને અનુભૂતિ થશે. કાયાનો પણ સંગ છોડવાનો છે. તો જ આત્માનો સંગ થાય અને તો જ અનુભૂતિ થાય તે વિના અનુભૂતિ શક્ય જ નથી. * કાયા આત્માની વૈરી શા માટે? કર્મજન્ય કાયાના વ્યવહારનો આરોપ થઈ ચૂક્યો પોતાની કાયા મોટામાં મોટીવેરી છે. આત્માને પરાધીન કરનાર, કર્મ બંધનમાં બાંધનાર આ કાયા છે. આવો વૈરી હાથમાં આવી જાય એટલે એની સાથે પછી બરાબર કામ લેવાય.આ વાત જેઓને ખ્યાલમાં આવી ગઈ તેઓ પલાઠી વાળીને બેઠા નહીં. રાત આખી કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. કર્મના કારણે જે જે અવસ્થાઓ થઈ તેને જેઓએ પોતાની માની રૂપ, આકાર, અન્ય પર્યાયોને પોતાના માન્યા. આત્માને પોતાનો ન માન્યો. સબંધોને પોતાના માન્યા બધાની સાથે બંધાઈને રહ્યા, મોહના પરિણામથી છૂટે નહીંતો સમતાને વેદી ન શકે. મોહ છેદાય તો જ સમતા વેદાય. જેવો મમતાનો ત્યાગ થાય કેસમતા વેદાય. સમતાપ્રગટ થાય. સમતાની ભેટ કોઈ પણ આપી શકે એમ નથી. સર્વજ્ઞનાં શાસનમાં જોડાઈ આરાધના જ્ઞાનસાર || ર૯૫