________________ અંદર સંતોષ મળી જાય તેને બહારની સામગ્રીની જરૂર જ નહીં પડે. જયાં સુધી આ ઘટના નહીં બને ત્યાં સુધી એ બહારમાં જ ભટકવાનો છે. ગાથા - 6 નિર્મલં સ્ફટિકસ્યવ, સહજ રૂપમાત્મનઃ અધ્યસ્તોપાધિ સમ્બન્ધો, જડસ્તત્ર વિમુહતિ / ગાથાર્થ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ સ્ફટિક જેવુ નિર્મળ છે. મૂઢ જીવ નિર્મલઆત્મામાંકર્મજન્ય ઉપાધિના સંબંધનો આરોપકરી મુંઝાય છે. ગાથાર્થઃ 1) આત્મા સ્ફટિક જેવો નિર્મળ છે. તેની ઉત્પત્તિ નથી, શાશ્વત છે, કાચ કેવી રીતે બને છે? રેતી - ચુનો ભેગો કરી અગ્નિથી તપાવે રેતી ઓગળી જાય અને કાચ સ્વરૂપે બની જાય. 2) આત્મા કેવો છે? સ્ફટિક જેવો નિર્દોષ, આવરણ રહિત અને નિઃસંગ છે. 3) જેમ સ્ફટિકની આરપાર બધું જોઈ શકાય છે તેવી જ રીતે આત્મા આવરણ રહિત હોવાથી તેના એક એક પ્રદેશો પરમ શુદ્ધ છે. જેના વડે તે ત્રણે લોકને એક સમયમાં જોઈ શકે છે. આત્માનિસંગ છે. કેમ કે તે મોહથી રહિત છે, સ્વ-સ્વભાવમાં રમણતા ગુણ વાળો છે. સિદ્ધત્વપ્રમાણે થવાનો ભાવ થાય તો જ સિદ્ધત્વ પ્રગટે. આત્મા પર ઉપાધિથી રહિત, સર્વ શેયને જાણનારો અને પરમાનંદને વેદનારો છે. શેયને પૂર્ણ જાણે. સંપૂર્ણ મોહ દૂર થાય ત્યારે જ તે સર્વજ્ઞ બને છે. જ્ઞાન જેટલું શુદ્ધ બનતું જાય તેમ તેમ આનંદ સ્વરૂપ બનતું જાય અને જ્ઞાન જેટલું મલિન તેટલું આનંદ વિભાવ સ્વરૂપે, મલિન સ્વરૂપે પ્રગટ થાય. આત્માને કર્મની ઉપાધિ અનાદિકાળથી લાગેલી છે. સ્ફટિકની આગળ લાલ-લીલું કપડું રાખો તો લાલ-લીલું દેખાય છે, તેમ - આત્મા નિર્મળ હોવા છતાં કર્મની ઉપાધિ આવવાથી તેનું સ્વરૂપ મલિન બની ગયું અને વ્યવહાર ખોટો-ધ્રાંતિવાળો બની ગયો છે. તેથી જ પરસંગથી છૂટા થવાનું મન નહીં થાય. કેમ કે તે - ઉપાધિરૂપ લાગ્યું નથી. તમામ અનુષ્ઠાન નિઃસંગ બનીને કરવાના છે. સમૂહમાં પણ આત્માને તો સ્વક્રિયાના ઉપયોગવાળો - નિઃસંગ જ્ઞાનસાર || 294