________________ માટે સંયોગનેન છોડી શકો પણ તેમાં જે રાગ ભાવપડેલો છે તેને તો છોડવો જ પડશે. આત્માને પર માન્યો અને પરને પોતાના માન્યા માટે ચિંતાઓ વધી. જ્યાં જ્યાં “પર” તરીકેનો સ્વીકાર ત્યાં ત્યાં ભેદ પડશે. માંડલીમાં ક્રિયા કરતો હોય પણ દૃષ્ટિ “પર” માં હોય. આ ક્રિયા બેઠા-બેઠા કરે છે. આ વાતો કરે છે. વિગેરે. જ્યાં સ્વમાં સ્થિર થવાનું હતું ત્યાં અસ્થિર બન્યા. તારે પ્રથમ તારા જ્ઞાતા બની પછી પરના જ્ઞાતા બનવાનું છે. આ રીતે આત્માપરમાં “સ્વ” અને સ્વ માં પર’ તરીકે બન્યો આથી જયાં “સ્વ” માં હોંશિયાર બનવાનું હતું. તેને બદલે તે “પર” માં હોંશિયાર બની ગયો. જેથી જીવનું આત્મકલ્યાણ ન થયું. પરિણામ શું આવ્યું? પરના દોષો જોવામાં બહાદુર બન્યાહવે એના દોષો કેમ દૂર થાય તેની ચિંતા થઈ - હવે કમનસીબી એ થઈ કે આત્માસ્વ-દોષોને જોવાનું ભૂલી ગયો અને આત્મામાં અહિતનો અનુબંધ વધુને વધુ પડતો ગયો માટે જ પ્રથમ પોતાના આત્માના કલ્યાણનું અર્થપણું જાગી જવું જોઈએ અને પર” માં જતાં મનને અટકાવવું જોઈએ. તેથી જ તેનું મિથ્યાત્વ દૂર થશે અને તો જ સમ્યગ જ્ઞાનનો પ્રકાશ આત્મામાં પથરાશે. પરમાત્મા - પરમ તત્ત્વના પ્રકાશને પાથરનારા છે. માટે જો આત્મ હીતની રૂચિ આવી જશે તો બધું ઉત્સાહપૂર્વક કરશે અને ક્ષાત્રવટપૂર્વક કરશે. તે માટે પરમાત્મા ઉપર અપૂર્વ બહુમાન લાવવાનું છે તે કયારે બને? જગતમાં જે પરમતત્ત્વ પરમાત્માએ પ્રકાશ્ય છે તેને હું સ્વીકારી લઉ. તેને હું આત્મસાત્ કરી લઉં. તેવા પ્રકારનું બહુમાન થવું જોઈએ પણ આપણને તે થતું નથી. પરમાત્માના તત્ત્વ પરનું બહુમાન એ પ્રભુનું જ બહુમાન છે. પૂર્વે શ્રાવક-શ્રાવિકાઓ 9 કર્મગ્રંથ, કમ્મપયડી, દ્રવ્ય ગુણ પર્યાયનો રાસવિ. ભણીને નબળા સાધુ-સાધ્વીને પણ તૈયાર કરી દેતા હતા. ચારિત્રમાં પણ સ્થિર કરી સાચા મા બાપ બનતા. ભરૂચમાં અનોપચંદ નામના શ્રાવક હતા સાધુને ભણાવે તત્ત્વથી રંગી દે અને પછી તેમને પાટ પર બેસાડી પોતે હાથ જોડી નીચે બેસે અને કહે કે હું અવિરતિઘર છું, આપ વિરતિવાળા છો. આપના મુખે તત્ત્વ સાંભળીને મારી અવિરતિ તૂટી જાય. જ્ઞાનસાર || 292