________________ મોહ ભવને દુર્ગતિમાં ધકેલી દેશે. પોતાની જાતને જો ધર્મ માને, તે ધર્મોના મનોરથો કેવા હોય? “હું પ્રભુના પંથે “સવિ વિરતિ' ને માર્ગે જાઉં અને પાપના કાર્યમાં ડૂબેલા એવા સ્વજનોને પણ તે માર્ગે લઈ જાઉં અને સદ્ગુરૂના નિમિત્તથી મારો અને એમનો ઉદ્ધાર થાય એવું કરૂં, તે ભાવનામાં રમનારો હોય.વૈરાગ્યથી વાસિત હોય, તે મોહમાં રમનારો ન હોય. બધા વચ્ચે રહેવા છતાં તે બધાથી નિરાળો હોય. પૂર્વના કાળમાં મશ્કરી પણ થતી કે શું સાધુ થવાના ભાવ જાગ્યા છે? તો તરત સાધુ થઈ જતા - અહીં આવી મશ્કરી હોય જ નહીં. મશ્કરી કરનાર પણ તેમની જોડે સાધુ થઈ જતા હતા. આવી હતી. પહેલાંની આર્ય-સંસ્કૃતિ. આવી હતી જૈન ધર્મની ગરિમા. આજે પશ્ચિમની સંસ્કૃતિના પનારે પડી આર્યત્વ ગુમાવ્યું અને ક્ષાત્રવટને લજવ્યું. મોહનો દારૂ પીધેલો છે એવા કુટુંબીજનો, સ્વજનો, મિત્રો, વગેરે તાળીઓ પાડીને, વાતો કરીને તેને ચઢાવે છે, અને જીવ પણ તેમાં ભળી જઈ નાચે છે, કુદે છે. કેમ કે તેને પણ મોહનો નશો ચઢે છે. “જેવો સંગ તેવો રંગ” પર વસ્તુને પોતાના રૂપે માની પોતાનું કરવા પ્રયાસ કરે છે, તે મિથ્યાત્વને કારણે થાય છે. દરેકમાં મારાપણાનો ભાવ લાવી તેનો પોતે માલિક થવા માટે બીજો કોઈ તેને લઈ ન જાય તે માટેના બધા પ્રયત્નો કરે છે. મિથ્યાત્વ -મોહને કારણે થયેલી ભ્રાંતિ તે હટે નહીં ત્યાં સુધી આત્મા અસત્ - અનુચિત વ્યવહારો કરે છે. મિથ્યા ભ્રાંતિ પરમાં થયેલી છે. તેમાં જે મારાપણું લાગ્યું છે, વ્યક્તિ અને વસ્તુ સંબંધી થયેલી ભ્રાંતી તેમાંથી નીકળી જવી જોઈએ તો જ આપણું કાર્ય થશે. આપણને લાગે કે આપણે બધાનો ત્યાગ કરી દીધો છે. પણ છોડવા છતાં પણ મમત્વ આવીને ઉભું રહેશે. ચારિત્રમોહ આ કામ કરે છે. માટે જ “મિચ્છુ પરિહરહ”મોહ જ્યાં સુધી આત્મામાં રહેશે ત્યાં સુધી આરાધનાની સાચી ફળશ્રુતિ નહીં મળે. જ્ઞાનસાર || 291