________________ ગાથાર્થઃ વિકલ્પ રૂપ મદ્યપાનના પાત્રથી મોહ રૂપ મદિરાનું પાન કરનાર આત્મા જ્યાં હાથ ઉંચા કરીને તાલીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા સંસાર રૂપ દારૂના પીઠાનો આશ્રય કરે છે. અર્થાત્ દારૂ પીધેલો જીવ સંસારમાં નાચ કરે છે. સંસારી જીવવિવિધ પ્રકારના માનેલા સુખના વિકલ્પો અને આયોજનો કરવા દ્વારા રાગ અને દ્વેષાત્મક મોહનો દારૂ પીને દારૂના પીઠામાં અન્ય દારૂડીયા સાથે (સ્નેહી-મિત્રાઆદિ) વિવિધ પ્રકારના તાલો આપતો રહ્યો છે. દારૂ પાત્ર = મનમાં વિકલ્પો થવા એના વડે દારૂનું પાન કરે છે. વિકલ્પ = સ્વભાવથી વિરૂધ્ધ જે મેળવવાનું મન થાય, ભોગવવાનું મન થાય તેવા જે વિચારો તેને વિકલ્પ' કહેવાય. વસ્તુ જેવી હોય તેવી જે વિચારણા તે વિચાર. માત્રવિચાર ઉન્મત્ત ચેષ્ટા કરાવતું નથી. તેને દારૂના પાત્ર સાથે સરખાવ્યું છે માદક રસ= જેનાથી ઉન્મત્ત બનાય. આત્મા પોતાના સ્વભાવમાં ન રહે અને વિરૂધ્ધ કરવાનું થાય તે કરાવનાર મોહરૂપ “માદક રસ છે. કેવળીના આત્માને તો વિચાર પણ ન હોય કેમ કે સ્વભાવમાં સ્થિર બની ગયા છે. પોતાના કાર્યને સાધી લીધું છે. કેવળી સિવાયના પણ જે ઉત્તમ આત્માઓ છે કે જેમનો મોહ ઉપર અભૂતપૂર્વ વિજય થઈ ચૂક્યો છે. ત્યાં વિચાર હોય પણ વિકલ્પો હોતા નથી હું આમ કરૂં? આ મેળવું? એવી અભિલાષા, મનોરથો એને નહોય. જેને સંસારની અસારતાનો પૂર્ણ નિર્ણય છે અને તે પ્રતિતી ના સ્તર પર છે. માટે એવા આત્માને એકાંતે મોક્ષ રૂચિ છે. ઊંઘમાં પણ માત્ર સ્વરૂપ-દર્શન સિવાયની અન્ય કોઈ ઈચ્છા નથી. આવા જીવોનો દારૂડીયા જીવો સાથે મેળ પડતો નથી - કેમ કે તેઓ અપ્રમત્ત છે. 14 પૂર્વઘર સાધુ - આહારક શરીર લબ્ધિધારીને જો - તીર્થકરની ઋદ્ધિ જોવાનું મન થાય તો તે કૂતુહલવૃત્તિ છે, પ્રમાદ છે. લબ્ધિ પ્રશસ્ત ભાવ હોવાથી તેનો ઉપયોગ માત્ર તત્ત્વની શંકાનું નિવારણ કરવા માટે કરવાનો છે. મુનિને બે જ વસ્તુ ઈષ્ટ છે (1) સ્વરૂપનું દર્શન અને (2) વીતરાગતાનો જ્ઞાનસાર // 289