________________ કર્મના ઉદયથી ભોગવવાનો કાળ આવ્યો ત્યારે અનુકૂળતામાં ઈષ્ટ અને પ્રતિકૂળતામાં અનિષ્ટનો પરિણામ થયો આ ઔદાયિક ભાવછે. તે આત્માનો પરીણામ નથી. પર સંબંધી થયેલા પર -પરીણામ' પાછા ‘પરી’ને જ સ્વીકારશે માટે આત્માએ અશુભ અનુબંધન પડે તે માટે સાવધાની રાખવાની છે. માટે હે જીવ!હવે તું પર’ને ભોગવવાનું છોડ અને તારા સ્વના જ્ઞાનાદિગુણ પરીણામને ભોગવ. આ સંયોગ સંબંધ માત્ર શેય છે. આપણી સાથે સમતાનો પરિણામ રહેવાનો છે પણ પુગલના આદરથી તે કર્મથી આવરીત થાય છે તો પછી પુદ્ગલ સાથેની દોસ્તી શું કામની? આપણને આપણામાં હજી વિશ્વાસ પ્રગટ થયો નથી તેથી સહજ સમતાને ગ્રહણ કરતા નથી અને પર ને ગ્રહણ કરવામાં સહજ ચાલી જવાય છે. શાતા અને અશાતા બંને હેય છે. કેમ કે તે ઔદાયિક ભાવ છે ત્યારે જો આત્મા સમતામાં રહે, શાતા - અશાતાને ન વેચે તો અભિનવ (નવા) કર્મોને ન બાંધે. શાતા અને અશાતા કર્મના ઉદયમાં જીવ ધારે તો સમાધિ રાખી શકે છે ન રાખે તો ઈષ્ટ અને અનિષ્ટના ભાવમાં નવીન કર્મબંધ થાય માટે આત્માએ તે ભાવમાં વ્યાપવું નહીં. મોહના સ્વભાવમાં જો વ્યાપક બન્યાં તો કર્મ તમારા પર સંમોહન કરી પર વસ્તુમાં ખેંચી જ જશે. માટે જ કોઈ કવિએ ગાયું છે કે “દેશના અમૃતધારા વરસી પર પરિણતી સવી વારીજી” જીવો પર દેશના ની અમૃત-ધારા વરસી - જેથી તેની પાસેથી પર - પરીણતી ભાગી ગઈ. અમૃત જેવા તત્ત્વો જેનામાં પચાવવાની તાકાત નથી - તેવી યોગ્યતા ન હોય તો દેશના ન અપાય. લોકોને પમાડવાની જે ગાંડી ઘેલછાઓ ઉભી થઈ છે તેના કારણે મોટું નુકશાન થઈ રહ્યું છે. ભાવિમાં ઉદય (સંસાર)ને જો તું તજવા માંગતો હોય તો ઉદયમાં ન ભળે તો તારા સંસારનું વિસર્જન થઈ જશે. શુભ કર્મરૂપી પુન્ય-તેનાથી પ્રાપ્ત થતાં સંયોગો - આત્માના ગુણ માટે આવરણ રૂપ જ છે. પુણ્ય કર્મ એ આપણને ગુણો પરનું આવરણ લાગતું જ જ્ઞાનસાર // 287