________________ સમાધિમાં રહેવાનો ઉપાયઃ ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો પણ આત્મા સમાધિમાં કઈ રીતે રહી શકે? ત્યારે સિદ્ધ ભગવંતોને યાદ કરવાના હોય કે તેઓ અત્યારે શું કરી રહ્યા છે? સમગ્ર જગતને જીવસૃષ્ટિ ને જોઈ રહ્યા છે. તેમને એક એકપર્યાય, અંદર-બહારની તમામ વાતો - પરીણામો દેખાઈ રહ્યા છે તો પણ તેઓ સ્વ આત્મ રમણતામાં લીન છે.ગામ બળે ને આપણે બળીએ? ધમાલ બધી જ બહાર અને એ આખી ધમાલ આપણામાં આવી જાય ને તેના કારણે આપણે કેવા ભયંકર કર્મો બાંધતા હશું એ તો કેવલી જાણે! આત્મા ક્યાંય ભળે નહીં - મમતાના તાર જોડનારને અધિકી પીડા થયાવિના રહેતી જ નથી. માટે મોહના પરિણામને છોડી દે, ખિન્ન ન થાય, ને પોતાનાથી બધું જ નિરાળું છે એમ સ્વીકારી લે તો જ એ સમાધિમાં રહી શકે. કર્મ બાંધ્યા ત્યારે કાંઈ જ ન વિચાર્યું. રતિ - અરતિ કરી, આદર કર્યો - મજેથી કર્મો બાંધ્યા. તો હવે તે કર્મોની સજા કર્મ રાજા ફટકારે તો સહર્ષ સ્વીકારીએ તો સજામાં ઘટાડો થાય એવું બને - નિર્જરા પણ થાય - તેમજ અશુભ અનુબંધન પડે, માટે હે જીવ!ભોગવવાના તો છે જ, તો હસતાં હસતાં સહી લે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.એ જીવનના અંતિમ સમયે આગમોના સાર અને જીવનના અનુભવના નિચોડને “જ્ઞાનસાર” નામના ગ્રંથમાં ઠાલવી દીધો અને દેવચંદ્રજી મ.સા.એ પણ એ ગ્રંથને સ્પર્શીને પોતાના જીવનની અનુભૂતિઓની ટીકા રૂપે રચના કરી છે. કર્મનાવિચિત્રતા સ્વભાવથી આત્માને ભોગવવું પડે છે છતાં જે પોતાના સ્વભાવને છોડતાં નથી તે અખિન્ન છે. જ્યારે આત્માએ કર્મ કર્યું ત્યારે તેમાં અરતિ - અનાદર ન થયો તો હવે ભોગવવાના વખતે અરતિ અને અનાદર શા માટે કરે છે? એને કર્મોના વિપાકો ભોગવવા નથી માટે જ આપણે આપણી સ્વાભાવિક અવસ્થાને પામવાનો જ પુરૂષાર્થ કરવાનો છે. જ્ઞાનસાર // 286