________________ ચાલુ જ હોય છે. કેમ કે શાસ્ત્ર - સાપેક્ષ દૃષ્ટિ તો ખુલ્લી જ છે. આથી પોતાના ઉપયોગમાં મોહને ન ભળવા દેતાં સ્વ-સ્વભાવમાં સ્થિર રહે છે અને લખલૂંટ નિર્જરા કરે છે અને અજ્ઞાની એવો આત્માપરમાં જઈને મૂઢ બને છે, કેમ કે તે મોહને આધીન થાય છે. સ્વ સ્વભાવને આધીન થાય તો તે મગ્ન બને છે. આત્મા 4 ગતિમાં પૂર્વકૃત ઉદયને કારણે રઝળપાટ કરી રહ્યો છે. તે જ સંસાર છે જે 4 ગતિમાં સંસરણ કરાવે છે. કર્મ પોતે પુદ્ગલ છે. એ આપીશું શકે? ગમે તેટલું ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો પણ તે આત્માની વસ્તુ આપી શકે તેમ નથી. પુદ્ગલ એ જ સંસાર છે. માટે કર્મોનો ઉદય સંસાર જ આપે. પુણ્યથી ધર્મની સામગ્રી મળે - ધર્મ નહીં. ધર્મથી જ ધર્મ મળે છે. જ્ઞાની સમજે છે કર્મ એ આત્માથી ભિન્ન અવસ્થા છે. માટે તેઓ કર્મ, કષાય અને કાયાને પોતાના નહીંમાને. કેમ કે તે આત્માથી પર છે, અને પરથી પર’ થવું એ જ મારું પરમ કર્તવ્ય છે. તીર્થકરના આત્માને પણ કેવળજ્ઞાન થયા પછી અઘાતી કર્મોને ખપાવવાની પ્રક્રિયા ચાલુ જ છે. કર્મ હજુ પણ સ્વરૂપ દબાવીને બેઠું છે. માટે જધર્મ એ મારા આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવરૂપ છે માટે જ ધર્મ કરવાનો છે. અધર્મ એ આત્માનો સ્વભાવ નથી માટે અધર્મ કરવાનો હોય જ નહીં. અને ધર્મને પામવા સર્વજ્ઞ વચન અનુસાર પુરુષાર્થ કરવો પડે. અનંતકાળથી સંસારમાં ભટકતા આત્માએ પૂર્ણધર્મ કર્યો નથી, અધર્મ કર્યો માટે સંસારમાં રખડપટ્ટી આવી. તેના કારણે કર્મથી છૂટવાનો ઉપાય, છોડવાનો ઉપાય માત્ર શુધ્ધ ધર્મ જ છે. માટે કર્મબંધથી છૂટવા આત્માએ આત્માના સ્વભાવ ધર્મ કરવો. વ્યવહારથી ધર્મક્રિયાને ધર્મ માન્યો અને તેમાં જ પૂર્ણતા માની - તેથી જ અપૂર્ણ રહ્યા. નિશ્ચયના લક્ષ વિનાનો વ્યવહાર એ શુધ્ધ વ્યવહાર નથી. નિગ્રંથ સાધુને વળી શું વ્યવહાર? જેમ સંસારમાં વાટકી વ્યવહાર ચાલે છે તેમ સાધુપણામાં આવીને પણ ધર્મ ન સમજ્યા તો અહીં પણ આ જ જ્ઞાનસાર // 284