________________ જાય - સ્વભાવ તરફ ગતિ ન થાય. આમ જુદા જુદા ભેદોથી વિચિત્ર એવું જગત છે. આ પુલનાવિષચક્રથી જ્ઞાની તેને હેય માની છૂટે છે. જ્યારે અજ્ઞાની તેમાં વધારે ને વધારે ખૂંચતો જ જાય છે. જેમપુષ્પો કોમળ છે તેમજગતના જીવો સત્તાએ સિદ્ધ સ્વરૂપી અર્થાત્ અનંત ગુણભંડાર રૂપી સુગંધથી ભરેલાં છે, માટે હું તે પુષ્પ સમાન જીવોની ક્યારેય કલામણા ન કરું એવી હે પ્રભુ! મને શક્તિ - સામર્થ્ય બક્ષજે. જુદી જુદી ચેષ્ટાઓ એ કર્મનો સ્વભાવ છે, આત્માનો નથી. જન્મવું, મરવું, હસવું, ખીલવું, નાચવું, કૂદવું, રડવું, રંગ - રૂપ - આકાર આ બધું નાટક રૂપ લાગવું જોઈએ. કેમ કે એ આત્માનો સ્વભાવ જ નથી. એકેંદ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના તમામ જીવો જુદા જુદા નાટક જ કરી રહ્યા છે. તેની વિવિધતા જોઈને આપણામાં મોહની વિવિધ પ્રકારની લાગણીઓ થાય છે. મોહના આ પરીણામને છોડવાના છે. નાટકના સ્ટેજ પર જુદા જુદા પાત્રો જુદા જુદા નાટકો ભજવે છે. તેમ અહીં પણ એજ છે. સંસ્થાન નામકર્મથી જુદા જુદા આકાર મળે છે. નિર્માણ કર્મથી અંગોપાંગ મળે છે. વર્ણકર્મથી જુદા જુદા રંગો મળે છે. આ બધા જ પુદ્ગલ કર્મોના વિપાકો છે. જે પણ કર્મો બંધાયાતે પુદ્ગલના સંયોગે છે અને ઉદયમાં આવ્યા. વિપાકમાં આવ્યા ત્યારે તેને જુદી જુદી અવસ્થાઓ આવી. કેમ કે સ્વનાં સ્વરૂપને ખોયું ને પારકાને પકડવું. હવે તારે જો નાટકના આ પાત્રોમાં નાચવું નહોય તો એમાં સમદષ્ટિ કેળવ. સાધુનો વ્યવહાર જ એવો હોય કે જો તે ઉપયોગમાં રહે તો તે વ્યવહાર તેને માટે કલ્યાણકર જ નીવડે. એ ક્યાંયે ખિન્ન થતો નથી. આ જોઈ પોતાના આત્માને વધુમાં વધુ કરૂણાને પાત્ર બનાવતો જાય. સ્વરૂપથી ભિન્ન પ્રવૃત્તિ કરે તે તેને માટે દુખદાયક બને. શરીરમાં રોગ થયો. પ્રથમ પ્રશ્ન - કેમ રોગ થયો? પણ આ પ્રશ્ન ઉભો જ ન થવો જોઈએ. પૂર્વકૃત કર્મ અવસ્થા આવી છે. - પૂર્વે એવાં કર્મો જ્ઞાનસાર // 282