________________ નો લક્ષ ન હોય તો દેહ ભાવને કારણે આત્માનુભૂતિ ન થાય. જ્યારે કાયાપ્રત્યે અનાસક્ત બને દેહથી છૂટવાનો ભાવ પ્રબળ બને ઉપયોગ પ્રબળ બને તો સહજ અનુભૂતિઓ થાય છે. * એકેંદ્રિય, વિકલૈંદ્રિય, પંચેંદ્રિય, દેવ, નારક, તિર્યચ, મનુષ્ય વિ. જુદી જુદી પોળો છે, પાળા છે. પૂર્વના કાળમાં નગરોમાં જુદી જુદી પોળો હતી. વાણિયાની, લુહારની, સોનીની, કુંભારની તેમ અને એના કારણે ભાઈચારો વધતો હતો, શીલની રક્ષા થતી હતી તે બધું આજના સોસાયટી ને ફલેટોના કારણે ઉડી ગયું. કર્મના ઉદય રૂપે બધા નાટકો ચાલે છે તેની શરૂઆત જન્મથી થાય. આ પ્રથમ નાટક - આત્માએ આખો વેશ પરિવર્તન કરી નાંખ્યો. એકેંદ્રિય ના ભવમાં પણ અનેક વેશ, હીરા, માણેક, મોતી, માટી વિ. વિ. આ બધા વેશને જોઈને આપણે રાજી રાજી થઈએ છીએ. જુદા જુદા ફુલો ઘરના બગીચામાં જોઈને આપણે રાજી રાજી થઈએ - તેને ખીલેલાં જોઈને તેમાં રતિ થાય અને કરમાયેલા જોઈને અરતિ થાય. ફૂલો પરની રતિ - અરતિને ઉતારવા એ પુષ્પો પ્રભુના અંગે અર્પણ કરવાના છે, ચરણે અર્પણ કરવાના છે અને વિચારવાનું છે કે હે પ્રભુ! હવે મારે એવી સ્થિતિ આવે કે હું દ્રવ્ય પુષ્પો ચઢાવતો બંધ થઈ જાઊં. અને તારી આજ્ઞા રૂપ પુષ્પોને ગ્રહણ કરીને તને અર્પણ કરું અર્થાત્ સર્વ વિરતિ ધર્મને પામું. તત્ત્વ પરિણામ થી પરિણત બની જાય એવું મારું અંતર તારા ગુણોની સુવાસથી ધમધાયમાન બની રહો - સુખમાં કે દુઃખમાં, આપત્તિ કે વિપત્તિમાં, પરિષહ કે ઉપસર્ગોમાં, હું મારામાં જ સદા રમતો રહું. અને સ્વભાવને પામી સ્વરૂપમાં લીન થઈ જાઉં. જગતમાં દરેકના વેષ, હાસ્ય, હાવભાવને જોઈને જો મોહાદિ પરિણામોમાં લેપાઈએ તો કર્મબંધ થાય છે. માટે.... જ્ઞાની શું કરે? જ્ઞાની બધું જુએ પણ સ્વભાવમાં સ્થિર રહે, મોહને કાઢે. અજ્ઞાની પણ બધું જુએ - પણ તે મોહવશ અસ્થિર પરિણામી બનતો જ્ઞાનસાર // 281