________________ છે. તો તે તેમાં કઈ રીતે રમે? તેથી જ તેઓ કર્મ વડે લપાતા નથી. ગાથા - 4 પશ્યનેવ પરદ્રવ્યનાટક પ્રતિપાટકમ્ ભવચક્રપુરસ્થાપિ, ના મૂઢઃ પીરખિધતિ ગાથાર્થ અનાદિ અનંત કર્મ પરિણામ રાજાના પાટનગર રૂપ ભવચક્ર નામના નગરમાં રહેવા છતાં એકેન્દ્રિયાદિ નગરની પોળે પોળે પુગલ દ્રવ્યરુપ જન્મ, જરા, મરણ આદિ નાટકને જોતો -મોહ રહિત આત્મા ખેદ પામતો નથી. કયો આત્મા સંસારમાં રહ્યો છતાં ખેદને પામતો નથી? જે આત્મા મોહમાં મૂઢ બનતો નથી તે ભવચક્રમાં ખેદને પામતો નથી કારણ કે તે જગતને માત્ર જ્ઞાન - તત્ત્વદૃષ્ટિથી જ જુએ છે. નગરે - નગરે, ગામે - ગામે, જુદા જુદા પ્રકારના નાટકો ભજવાતા હોય છે. રતિ - અરતિ - હાસ્ય -શોકવિગેરે વિચિત્ર પ્રકારનાં નાટક ભજવાતા હોય છે. તેને જુએ છે અને છતાં તેને આશ્ચર્ય થતું નથી. જે આત્મા જગતનાં સ્વરૂપને અને “સ્વ” ના સ્વરૂપને જાણે છે અને પોતાના સ્વભાવમાં સ્થિર રહે છે તે મૂઢ બનતો નથી. “પોતાના આત્માને ભુલી પર સ્વભાવમાં લીનતા તે મૂઢતા છે અને પરને જોવા છતાં પણ સ્વભાવમાં લીન બને તે છે મગ્નતા” કર્મકૃત અવસ્થાને જ જે જાણે તે મૂઢ બને છે અને તત્ત્વ-દૃષ્ટિથી જગતને જુએ-જાણે તે મૂઢ બનતો નથી પણ પોતાના સ્વરૂપને પ્રગટ કરવા ઉદ્યમી બને કર્મથી બિડાયેલાં સ્વરૂપને પ્રગટ કરવું - તે સાધ્ય છે.” સાધનામાં સ્વરૂપની અવસ્થા ન પકડે અને વર્તમાન અવસ્થા પોતાની ને પારકાની જે પકડે છે તો તે આત્મા મોહને આધીન થાય છે. તેના કારણે આત્મા પર અઘાતીનું આવરણ આવી જાય છે તેથી સ્વરૂપ ઢંકાય છે. જ્ઞાનસાર // 279