________________ અપૂર્વ આનંદને અનુભવો તેમાં પરની અપેક્ષા નહિ તેથી આત્માનો આનંદ વિના પ્રયત્ન ભોગવી શકાય છે. પણ જો તેમાં મોહ ભળી ગયો તો “નિર્મળ આનંદ ની પ્રાપ્તિ થતી નથી. પણ અંદરમાં કંઈક મળવા કે મેળવવાનો ભાવ છે. કર્મના આવરણને કારણે પણ જીવતે આનંદને અનુભવી શકતો નથી. જ્ઞાનાનંદે પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ” જો ઉપાધિ છૂટી ગઈ હોય તો આનંદની છોળો ઉછળે જ, અને નથી ઉછળતી તો નિશ્ચય થયો કે જે તે છોડ્યું છે તે નિશ્ચયથી નથી છોડ્યું. નહીં તો સામાયિક, ચારિત્ર, પૌષધ લીધો ને આનંદ ઉછળવો જ જોઈએ. કરોડોની બોલી બોલીએ ને આનંદ આવ્યો તો એ આનંદ શાનો છે? માન કષાયને પોષવાની વાત છે. કરોડો છોડવા જ છે તો ગુપ્ત-દાન આપી દો અને એ ધન પાછું ન આવે તો આનંદ આવે કે “હાશ!બલા ગઈ - “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી અરિહંત ભગવાન”. આ ભાવ આવે તો કહેવાય કે છૂટું ને આત્મામાં આનંદપ્રગટ્યો. તેને જ ખરા અર્થમાં છોડ્યું કહેવાય. આથી મોહના ત્યાગ માટે, સર્વસંગનો ત્યાગ આત્માએ કરવો જોઈએ. કેમ કે સંગમાં જ આત્મા મોહ પામે છે. માટે હે જીવ! જો તું મોહ-ત્યાગની ભાવનાવાળો છે તો મોહના નિમિત્તોને દૂર કરવા ધન, સ્વજન, સ્ત્રી, ભોજન, આભૂષણ આ બધાનો ત્યાગ કર. જો કારણ જ ન હોય તો કાર્ય ક્યાંથી થાય? कारण अभावत्, कार्य अभावः / તું આશ્રવનો રોધ કર અને તારા જ આત્મગુણોમાં રમ. આશ્રવ અને મોહની પરિણતીને અટકાવીશ તો જ તું તારા ગુણોરૂપી પરમ સૌંદર્યને પામીશ. સંગથી વિરામ પામીશ તો જ તું તારા આત્મગુણોમાં વિચરી શકીશ! મોહથી આત્માનું રક્ષણ કરવા માટે આશ્રવનો ત્યાગ કરવો એ જ મુની માટે ઉચિત છે. જે આત્માઓ વડે પરભાવોને અભોગ્ય, અગ્રાહ્ય તરીકે સ્વીકારાયા જ્ઞાનસાર || 278