________________ જેમ પારકાનું ઘર બળતું હોય તો પોતાને કાંઈ ન થાય એ જ રીતે શરીરને પર રૂપે જે સ્વીકારે તેવા યોગીઓ શરીરની રોગાદિ અવસ્થામાં શરીર પર છે, પરિવર્તનશીલ છે, નાશવંત છે. અને મારો આત્મા શાશ્વત છે આમ શરીરને “પર” માની પ્રસન્નતાથી જ રહે છે. જે સ્વીકારે છે પણ વર્તનમાં નથી તો સમ્યગ્દર્શનનો પરિણામ છે. પણ ચારિત્રનો પરિણામ નથી (કેમ કે તે સમતાના પરિણામમાં નથી, પણ તેનો તેને પશ્ચાતાપ હોય. ગમે તેવા ઉપસર્ગોમાં પણ માત્ર જ્ઞાતા બની જાણે પણ તેનો પ્રતિકાર ન કરે. સમતામાં રહે અને કર્મોને નિર્જરી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે. શાસ્ત્રોમાં સંખ્યાબંધ આવા દાખલા છે. સમ્યગ્દષ્ટિ આત્માઓને રોગાદિમાં કોઈ વિકલ્પ ન હોય આટલા ઉપચાર કર્યા તો પણ હજુ રોગ જતો કેમ નથી આવું ન વિચારે. પણ શ્રદ્ધા અડગ છે, કરેલા કર્મોનો વિપાક છે અને સમતાથી તેને વધાવશું તો જલ્દી નિકાલ થશે - સમાધિ ટકશે. આત્માની ચાર અવસ્થા બહારનો દેખાવ બગડ્યોને આપણે આખે આખાબગડી ગયા,રંગરાગ કરવાના શરુ થઈ જાય છે, તે બહિરાત્મા છે. સમ્યગ્દર્શનથી આત્મા અંતરાત્મા આવે, અને પરમાત્માનો પક્ષપાતી બને, કાયાથી છૂટી જવું ને પોતાનું પરમાત્મા સ્વરૂપ પામવું, ને તે પામવા માટે સ્વભાવમાં સ્થિર થવું! સાધ્ય શું? સ્વરૂપની પ્રાપ્તિ. સાધના શું? સ્વભાવમાં સ્થિર થવું. અર્થાત્ સ્વભાવ (કેવળજ્ઞાનાદિ ગુણની પૂર્ણતા) તે પરમાત્મા. કાયામાં રહેવાનો ભાવ તે બહિરાત્મા, કાયાથી છૂટવાનો ભાવ અને તે પ્રમાણેનો પ્રયત્ન તે અંતરાત્મા, અને કાયાપરનો સંપૂર્ણ મોહ હટી ગયો છે તે. પરમાત્મા તથા સદા કાયાથી મુક્ત તે સિદ્ધાત્મા. આમ જીવની ચાર અવસ્થા છે. જે પોતાના આત્માને જોતો નથી તે સ્વભાવમાં રહી શકતો નથી. કામવાસના ને ભોગસુખો ક્યારેય પોતાની મેળે શાંત થતા નથી. જ્ઞાનસાર // 276