________________ કરે છે. મેરૂ જેટલા ઓઘા થઈ ગયા. જે જીવને ઓધથી પણ મોક્ષનો લક્ષ હોય, પણ વિશેષ જાણકારી નથી તો પણ તેના જીવને 5 માં 6 ઠ્ઠા ગુણસ્થાનકની ક્રિયા માષતુષની જેમ લાભકારી થશે. પીડાથી મુક્ત થવાનો ભાવ છે, પણ પીડાના જે કારણો છે તેનાથી તેને મુક્ત થવાનો ભાવ નથી. શાસ્ત્રકારોએ દુકખખઓ, કમ્મફખઓ બે વાત મૂકી આપણે તેમાંથી એકજવાત પકડી આપણે માત્રદુઃખનો જ ક્ષય ઈચ્છક્યો,દુઃખને આપનારા કર્મોનો ક્ષયનઈક્યો. માટે પરમાત્મા પાસે એ જ માંગણી કરી કે તમારા પ્રભાવે મારા તમામ દુઃખો દૂર થાઓ. આમિથ્યાત્વની વાત છે માટે જ પર ભાવનોનિગ્રહ કરવાનો છે. જે મહાપુરુષોએ આસ્તિક્યાદિથી આત્માને નિર્મળ કર્યો છે તે સદા સમાધિમાં જ રહેશે. શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી અરનાથ ભગવાન કેવો પુણ્યનો પ્રકૃટ ઉદય? એક સાથે બે પદવી - ચક્રવર્તી અને તીર્થંકર પદ. બંને ની એક જ ભવમાં પ્રાપ્તિ! છતાંય ચક્રવર્તી પદવીને લાત મારી સંયમના પંથે ચાલી ગયા મોહના ઘરમાં જઈ મોહને પરાસ્ત કરી વિજયવાવટો ફરકાવી નીકળી પડ્યા. પૃથ્વીચંદ્ર-ગુણસાગરના સહવર્તીઓને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.હસ્તમેળાપની ક્રિયામાં ગુણસાગરને ચોરીમાં કેવળજ્ઞાન સાથે આઠ પત્નીઓને પણ ત્યાં જ કેવળજ્ઞાન! આવા પુણ્યના ઉદયમાં પણ આ મહાત્માઓ લેપાયા નહીં. મોહને ત્યાં પોતાનું ભયંકર અપમાન લાગ્યું ને તે ત્યાંથી રવાના થઈ ગયો. એ જ રીતે ગજસુકુમાલનેદિક્ષાના દિવસે જ સસરા તરફથી ઉપસર્ગ આવ્યો તેને વધાવી લીધો. કૃષ્ણ મહારાજા જેવા સમર્થ વ્યક્તિ સહાય કરવા હાજરાહજૂર હતા. જરાક સમાચાર મોકલ્યા હોય તો? પણ અહીં પ્રચંડ આસ્તિક્ય એમનામાં હતું કે મારે મારા કર્મખપાવવા છે ને એ માટે મને સોમીલ સસરા સહાય કરવા આવ્યા છે માટે એને વધાવી લીધા ને એક જ દિવસમાં કામ પતી ગયું. સમતાનો પરિણામ આત્માનો છે ને શાતાનો પરિણામ કર્મનો છે. કયા પરિણામની રક્ષા કરવાની? આત્માના પરિણામની જ રક્ષા કરવાની છે, પણ જ્ઞાનસાર || 274