________________ ભાવપીડાનું કારણ છે અને યોગ એ દ્રવ્ય-પીડાનું કારણ છે. આ પીડાને કાઢવા દેવાધિદેવ જ સમર્થ છે. બાકી દેવ-દેવી આમાં કંઈ કરી શકે એમ નથી. નિર્વેદ દ્વારા પરભાવોને આત્માએ જીતી લીધા છે. જે આત્માને દોષો ખટકયા કરે છે અને ગુણનો અભિલાષ જાગે છે એટલે એને સંવેગ આવ્યો કહેવાય. સંવેગ આવે એટલે આત્મા પોતાનોતમામ પુરુષાર્થએમાં લગાડી દે છે. સાધના કરતી વખતે આપણને સમતાનો ખપ છે કે શાતાનો? શાતાનું લક્ષ છે તો સમતા કદી મળવાની નથી. શાતાના ભોગે જીવને સમતા મળે છે. ગમે તે થાય તો પણ સમતાને છોડવી નથી. સંવેગ નથી માટે તો મુડદાલ જેવી ક્રિયા ચાલી રહી છે. શાતા જતી હોય તો ભલે જાય. જે આત્મા ઔદાયિક ભાવમાં મુંઝાતો નથી તે સમતામાં રહે છે ને નિર્જરા કરે છે. * ઔદાયિક ભાવ એટલે શું? ઔદારિકાદિ વર્ગણાઓનો ઉદય થવો. વાયુકાયના જીવોની ઔદારિક કાયા અને આપણી ઔદારિક કાયાનો સ્પર્શ થયો તે ઠંડો હોય તો ગમે છે અને બપોરના સમયે ગરમ પવન હોવાથી એ નહીં ગમે. પછી ઝાડનો છાંયો, ઠંડા પીણા વિ. ની શોધ કરશે ત્યારે વિચારવાનું છે કે હું શીતલ નથી, હું ઉષ્ણ નથી, પણ સમતા મારો સ્વભાવ છે. આ માને તો સમતાસ્વભાવ રૂપેથાય માટે કર્મોથી ખરડાય નહીંને પૂર્વે બાંધેલા કર્મોથી છૂટો પડે. દોષોને દૂર કરવાનો અભિલાષ જેટલો તીવ્રતેટલો સંવેગનો પરિણામ. ગુણોને પ્રાપ્ત કરવાનો અભિલાષ તેટલો જ તીવ્ર હોય તો સમ પરિણામ આવે. ૪થા ગુણઠાણે માત્ર દોષોને દૂર કરવાનો ને ગુણોને ભોગવી લઉં એટલો અભિલાષ કરે છે ને પામે ગુણઠાણે જેટલા અંશે દોષોને છોડ્યા તેટલા તેટલા અંશે ગુણોને ભોગવતો જાય. જો 4 થું જ ગુણઠાણું નહીં હોય તો 5 માં ગુણઠાણાની કોઈપણ ક્રિયા એને લાભકારી નહીં બને. માત્ર પુણ્યબંધનું જ કારણ બનશે. ૪થા ગુણઠાણાના પરિણામ પ્રગટ થયા નથી, મોક્ષ અભિલાષ નથી તો પ માં ગુણઠાણા ની દ્રવ્ય ક્રિયામાં કાંઈક મેળવવાનો અભિલાષ તો પડ્યો જ છે. બેમાંથી એક શ્રદ્ધા ચોક્કસ જીવમાં હોય જ તે માટે જ તો એ ક્રિયા જ્ઞાનસાર // 273