________________ અર્થાત પરભાવ માટે કર્યો તો શુદ્ધ-પારિણામિક ભાવ બધો અશુદ્ધ થઈ ગયો. આત્માને દઢ નિશ્ચય થયો કે મારા ગુણ આ જ છે અને આ નથી જ. જે દ્રવ્યપ્રાણો છે તે મારા નથી - ભાવપ્રાણ એ જ મારા છે. દ્રવ્યપ્રાણ પોતાનું કાર્ય ભાવપ્રાણના આધારે જ કરે છે આ રીતે આત્માને આ બે પ્રકારના પ્રાણોમાં ભેદજ્ઞાન થઈ જવું જોઈએ. દ્રવ્યપ્રાણની સહાય લઈને ભાવપ્રાણમય બની મારે હવે સંસારને ખતમ કરવાનું કાર્ય કરવાનું છે. પણ જો સંસારનું સર્જન કરીએ તો ભાવપ્રાણોનો દુરૂપયોગ કર્યો માટે સતત કર્મબંધ ચાલુ છે. ભેદજ્ઞાન થાય પછી આત્માએ દ્રવ્યપ્રાણોથી પણ છૂટા થઈ જવાનું છે અર્થાત્ દ્રવ્યપ્રાણોમાં ગૌણઉપયોગ અને ભાવપ્રાણોમાં વિશેષ ઉપયોગમય બની ક્રિયા કરવી જોઈએ.આ પ્રક્રિયા થાય ત્યારે વાસ્તવિક અર્થમાં નિર્જરા થાય. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના ત્યાગ કરવાનાં છે. જો શક્ય હોય તો દ્રવ્યથી ત્યાગ કરવાનો છે, ને શક્ય નથી ત્યાં ભાવથી ત્યાગ કરવાનો છે. કાઉસગ્નમાં છીએ ત્યારે કાયાનો દ્રવ્યથી ત્યાગ નથી કરી શકતા તો કાયામાં ઉદાસીન પરિણામ લાવે તોજ સ્વભાવમાં સ્થિર થાય. કાયાની મમતાનો ભાવથી ત્યાગ કરી શકાય છે. ચાર અઘાતી કર્મોના ઉદયે કાયામાં હોવા છતાં આત્મા તેમાં મોહથી વ્યાપતો નથી તો આત્મા ઘાતિ-અઘાતિ પાપકર્મોથી લપાતો નથી. આકાશ નિર્લેપ છે અને કાદવ એ લેપાવાના સ્વભાવવાળો છે તો પણ આકાશમાં ચોંટતો નથી. પણ ભીંત પર ચોંટી જાય, આપણી ઉપર કોઈ ફેકે તો કપડાં પર ચોંટી જાય. આકાશમાં પરિણમન થવાનો સ્વભાવ નથી - એ અપરિણામી છે, માટે તે લેપાતો નથી આત્મા પરિણામી છે તો એ કેમ લેપાય? પોતાના ગુણમાં પરિણામ પામે તો ન લેપાયપરમાં જાય તો જ લેપાય. અનાદિથી આત્મા પરના સંયોગના કારણે પરસ્વરૂપે (શરીરાદિ,પોતાને માનવાના કારણે પોતાના સ્વભાવમાં સહજ પરિણામ ન પામવાના કારણે તે પરરૂપે પરિણમે છે. સ્વરૂપે આત્મા નિર્લેપ છેને સ્વભાવે વિતરાગ છે તેથી જગતની કોઈપણ વસ્તુથી આત્માખરડાઈ જ્ઞાનસાર || 271