________________ કરતો નથી. જેમ આકાશ કાદવથી લેપાતું નથી તેમ તે પાપથી લપાતો નથી. ઔદાયિકાદિ જે ભાવો - તેમાં જીવ મોહ પામતો નથી - મુંઝાતો નથી -જેમ આકાશ પર ગમે તેટલો કાદવ ઉછાળવામાં આવે તો તે લપાતો નથી તેમ ગમે તેવા ભાવો રૂપ કાદવ આવે તો આત્મા તેનાથી લપાતો નથી. કયો આત્મા ન લેપાય?ન મુંઝાય? જે આત્મા તત્ત્વમાંવિલાસ પામે છે. પરમાત્માના તત્ત્વથી જેણે ચિત્તને વાસિત કર્યું છે, સ્વ ને પર બંને ને બરાબર જાણે છે, તેવા આત્મા ગમે તેવા સંયોગો આવે તો પણ તેને આધીન થતા નથી. શુભ કે અશુભ કર્મોના ઉદયથી જે સામગ્રી પ્રાપ્ત થાય તેને દાયિક કહેવાય, અને તેના પ્રત્યે થતોજે મોહનો પરિણામને ઔદાયિકભાવ છે તે બધું જ હેય છે. કહે છે માટે કર્મના ઉદયથી જે મળે તે બધું જ હેય છે. પુણ્ય કર્મ શાતા આપે છે માટે તે હેય કે ઉપાદેય? - એમ મુંઝાઈએ છીએ. પરંતુ પુણ્ય પણ કર્મની જ દેન છે. માટે તે પણ ત્યાજ્ય જ છે અને સમતા એ આત્માનો ગુણ છે માટે તે ઉપાદેય છે. આત્માના જ્ઞાનાદિગુણ અરૂપી છે અને તે આત્મામાં જ છે, કર્મકૃત બહારની વસ્તુ બહાર છે. કર્મ હંમેશા આત્માની બહાર જ હોય છે માટે કર્મ વસ્તુ મળે તેમ નથી. ગમે તેટલો પુણ્યનો ઉદય હોય તો પણ તે પુણ્ય આત્માના એક ગુણને પણ આપવા માટે સમર્થ નથી. માટે કર્મખસે ત્યારે જ ગુણની પ્રાપ્તિ થાય છે. ગુણ કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થાય ત્યારે જ પ્રગટે છે. આથી પુણ્યથી મળેલી સામગ્રીનો આત્માના ગુણવૈભવ પ્રગટ કરવા ઊપયોગ કરી લેવો જોઈએ. વર્યાન્તરાયના ક્ષયોપશમ વડે - અપૂર્વ વિર્યની પ્રાપ્તિ થઈ માટે આત્માએ શક્તિ મેળવી તો ઉપયોગ ક્યાં કર્યો? શરીરનું બળ બતાવવા કર્યો જ્ઞાનસાર || 270