________________ શકતો નથી પણ વર્તમાનમાં કર્મ સંયોગી આત્મા રહી શકતો નથી અને આ ભ્રાંતિ તોડવી ખૂબ જ જરૂરી છે. વીતરાગ સ્વભાવમાં જો આત્મા પરિણિત થાય તો આ વાત બની શકે. 0 આત્મા પોતાના સમ્યગ્દર્શનાદિ પરિણામમાં પરિણિત થાય? સમ્યગ્દર્શનનો જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપાને આસ્તિક્ય પરિણામ છે તેના વડે આત્માને લાભ એ થાય છે કે કર્મનો વિપાક આત્માને ભોગવવો પડે છે છતાં આત્મા તેમાં લપાતો નથી, વ્યાપતો નથી. શુભ અને અશુભ બંને વિપાક જ છે એકમાં શાતા અને બીજામાં અશાતાની પીડા રૂપ જ વિપાક મળે છે. કર્મ આત્માની શુદ્ધ અવસ્થા આપતું નથી. કર્મના ઉદયને આત્મા રોકી શકતો નથી પણ એમાં ભળવું કેન ભળવું એ પોતાના હાથની વાત છે. ધારે તો આત્મા તેમાં વ્યાપે નહીં. શેય વસ્તુનું જ્ઞાન સર્વજ્ઞ પ્રમાણે યથાર્થ થાય તો આત્મામાં આસ્તિક્ય આદિ પરિણામ પ્રગટ થાય. આસ્તિક્ય જેટલું મજબુત તેટલા આગળ - આગળના પરિણામ શુદ્ધ રીતે પ્રગટ થાય. જે પોતાના સ્વભાવમાં પૂર્ણ રીતે વ્યાપતા નથી તેના વિશે અનુકંપા આવી શકે. આત્માનો સ્વભાવ શેયના ઉપયોગમાં આનંદમાં રહેવાનો છે. એના બદલે પીડાની અનુભૂતિ કરે છે. પછી “સ્વ” હોય કે પર’! તે કરૂણાને પાત્ર બને છે. પીડાના કારણને દૂર કરવું એ નિર્વેદ. - પીડાના કારણને રાખવાનો કંટાળો તે નિર્વેદ. દા.ત. જેમ શરીરમાં ગુમડા થાય તો તેને બહારથી મલમના લપેડા લગાડો તો એક જગ્યાએ સારું થાય ને બીજી જગ્યાએ થાય પણ - એનું સાચું કારણ “લોહીનો બગાડ” છે એટલે લોહીનો વિકાર દૂર કરવો પડે. સાચો વૈદ્ય હોય તે સાચું નિદાન કરી રોગને મૂળથી જ દૂર કરે છે તે જ. રીતે આપણે પણ પીડાનું જે મૂળ કારણ છે તેને તપાસીને તે પીડાને દૂર કરવાની છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એપીડાના મૂળ કારણ છે. એનીકળી જાય પછી આત્માને કોઈ પણ પ્રકારની પીડા છે જ નહીં. એમાં પ્રથમ 3 જ્ઞાનસાર // 272