________________ (ઉત્તરાધ્યયન સૂત્ર) પરંતુ જે આત્માઓ કામભોગ ઉપર દ્વેષ કરે છે, પરિગ્રહમાં મમતા કરતા નથી તેવા આત્માને અલ્પ - કર્મબંધ કરે છે. કામભોગમાં જે લુબ્ધ હોય તે નરકમાં પણ જાય, કેમ કે, તેને ઉપાદેય માને છે. પરંતુ જેઓ તેને હેય માને છે પણ છોડી શકતા નથી, નિકાચિત કર્મોના ઉદયના કારણે તેઓ ભોગો ભોગવવા છતાં મોહના પરિણામને તેમાં જોડતા નથી તો તે કર્મોની નિર્જરા કરે છે. દા.ત. તીર્થકરના આત્માઓ - તેઓને ભોગ ભોગવવા પડે છે પણ સ્વયં ભોગવાતા નથી. શ્રુતજ્ઞાનની ધારાના બળે ભોગોને જ ભોગવી નાખે છે, અર્થાત્ નિર્જરા કરે છે. મોહના ઉદયને આધિન થવું એ જ વાસ્તવિક દુર્ગતિ છે કારણ કે તે વખતે આત્મા પોતાના સ્વભાવથી દૂર થાય છે. જે કામવાસનાનો પ્રેમી બને છે અને મમતા રુપ, આસક્તિ રુપ પરિગ્રહ કરે છે તેઓ દુર્ગતિ પામે છે. ઉદા. મમ્મણ, ધવલ શેઠ. આત્મામાં પરમ વિવેક જરૂરી છે. જડ વસ્તુ પર પણ દ્વેષ નથી કરવાનો તો જીવ પર તો દ્વેષ કરાય જ ક્યાંથી? માટે બે વિભાગ પાડવામાં આવ્યા છે (1) જીવ પર પ્રેમ પરીણામ અને (2) જડ પ્રત્યે ઉદાસીન પરિણામ. આત્મા ને આત્મા પ્રત્યેનો પ્રેમ હણાય નહીં માટે 4 ભાવનાઓ છે. તમે જો પર દ્રવ્યના પરિગ્રહને છોડી શકતા નથી તો પશ્ચાતાપ કરો તો તમે આત્મ-સન્મુખ છો, અને તમારા કર્મોને નિર્જરશો. પણ જો દ્વેષનો પરિણામ, મોહનો પરિણામ કરો તો તે સંસારના કારણભૂત થાય છે. આમ જે આત્માપર-ઘર ને વિષે રમતો નથી તે જ સ્વ-ઘર માં રમણતા કરી શકે છે. ઘણીવાર પર વસ્તુ છોડવા છતાં પણ કર્મબંધ ચાલુ જ રહે છે. કેમ કે તેની મમતાનો અંશ પણ અંતરમાં રહ્યો છે. છોડ્યુ ક્યારે કહેવાય? છોડતા જ્ઞાનસાર // 277