________________ કરવાની છે તે સમતાને પ્રગટ કરવા માટે જ છે. તેથી જ નમસ્કાર મહામંત્ર અને સામાયિક એ બન્ને એક સિક્કાની બે બાજુ જેવા છે. બંન્નેનું ફળ એક જ - સર્વ પાપ નાશ માટે જ સામાયિકની સાધના એ શિરમોર સાધના છે એ જ આગમનો સાર છે. અને એમાં આવવા માટે જ ભાવના રૂપ વ્યવહાર ધર્મ બતાવ્યો. અને એના દ્વારા નિશ્ચય ધર્મ રૂપ સામાયિક પ્રગટ કરવાનું છે. ખાલી ભાવધર્મ કર્યા કરે અને સ્વભાવનું લક્ષ નથી તો તે માત્ર ભવ વધારવાનું જ કાર્ય કરશે. વસ્તુનો સ્વભાવ તે જ ધર્મ, સમતા તે આત્માનો ધર્મ છે એને પ્રગટ કરવા માટે જ્ઞાનીઓએ સામાયિક ધર્મ કહ્યો છે. સમ્યકત્વ હાજર છે કે નહીં તે કેવી રીતે જાણવું? હાલતા-ચાલતાં તમામ કાર્યો કરતાં શરીર ઉપાધિરૂપ લાગે તો સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલો ઉપાય હોંશે હોંશે સ્વીકારી લઈશું. જે રીતે શરીરમાં ગુમડું થયું હોય ને અંદરમાં લવલવ થતું હોય અને જેના પર શ્રદ્ધા હોય તે દવા બતાવે, ઉપાય બતાવે તો તેને હોંશપૂર્વક સ્વીકારી લઈએને? અને તે ગૂમડાને દૂર કરીએ ને? તે જ રીતે કાયાને દૂર કરવાની ઈચ્છા થાય ત્યારે કામ થાય. પ્રતિકૂળતાની કોઈ ફરિયાદ નહીં અને અનુકૂળતાની કોઈ શોધ નહીં. ત્યારે જ ધર્મની સાચી શરૂઆત થઈ શકશે. પરમાત્માની આજ્ઞા અને એ મુજબનો ધર્મ આપણામાં આવે ક્યારે? શરીર જ ઉપાધિ છે એ પહેલાં સ્વીકારી લો. - નિર્જરા કરવાનો અપૂર્વ અવસર આવ્યો ને શરીર નબળું મળ્યું. પૂર્વે એવી આરાધના ન કરી તો અત્યારે આ નથી કરી શકતો એમ સાચી ફરીયાદ આવે. આત્મારડે. શરીર ઉપાધિરૂપ લાગે તો એને છોડી દેવાનો પુરૂષાર્થ કરશો અને જો તે ઉપાધિ રૂપ નહીં લાગે તો મમતાના તારથી બંધાઈને જ રહેશો. તો સાચી સામાયિકનહીં કરી શકો. જ્ઞાનસાર // 296