________________ વચનની શ્રદ્ધાના બળે પોતે તે જ સ્વરૂપવાળો છે તેનો નિશ્ચય કરી શકે છે. જ્ઞાનમાં જયારે સમ્ય દર્શન ભળે ત્યારે તેની સહાય વડે સ્વરૂપનો નિશ્ચય પણ થઈ જાય છે અને રૂચિનો જે પરીણામ પરમાં છે તેને ‘સ્વમાં ફેરવી શકે છે. વર્તમાનમાં આટલો પુરૂષાર્થ આત્મા કરી શકે છે. જયાં સુધી રિ મનુયાયી વીર્ય રૂચિ પ્રમાણે વીર્યને “સ્વ” માં લઈ જવાનો પુરૂષાર્થ નહીં કરે ત્યાં સુધી આત્મા ધર્મ નહીં કરી શકે. ભાવને આધીન થઈને ધર્મ કરશે પણ સ્વભાવ ધર્મ નહીં કરી શકે કેમ કે ભાવથી - ભવ સારા મળે. પણ જેમ આત્મા ધર્મ કરશે તો તેને ઉત્તરોત્તર ધર્મની પ્રાપ્ત થાય છે કેમ કે ધર્મથી ધર્મની જ પ્રાપ્તી થાય છે તે સ્વભાવને પ્રગટ કરાવે છે. સંસારના દરેક વ્યવહારમાં જયાં બગડેલું લાગ્યું તેને સુધારવાનો ભાવ થાય છે. તેવું આત્મા માટે કયારેય થયું છે? મોક્ષમાર્ગની મુસાફરી માટે બે જ માર્ગ બતાવ્યા છે. 1) મોક્ષમાર્ગના જ્ઞાતા ગીતાર્થ ગુઢ ને શરણે જાઓ અને તેઓ કહે તેમ કરો. 2) સ્વયં ગીતાર્થ બની આગળ વધો.- દરેકમાં સર્વજ્ઞ ભગવંતને, ગીતાર્થ ગુઢ ભગવંતને આગળ રાખી ચાલો પણ તમારું માથું ન મારો. શુદ્ધ તત્ત્વનો નિશ્ચય થાય તો તેનો સ્વીકાર થાય અને જો સ્વીકાર થાય અને તે પ્રમાણે આચરણ કરે તો જ તેની ગુણસ્થાનક પર આગળને આગળ પ્રગતી થાય. તેટલા અંશે મોહથી છૂટાય, જ્ઞાનથી શુદ્ધ થવાય તો જ તે આત્મા અપૂર્વનિર્જરા કરી અપૂર્વ આનંદની પ્રાપ્તિ કરે. 0 આપણો સ્વભાવ પ્રગટ થયો તેની કેમ ખબર પડે? અશુભ ભાવો દૂર થાય, નષ્ટ થતા જાય, શુભ ભાવોની, શુધ્ધ ભાવોની સરવાણી આત્મામાં વહેતી થાય, વૈરભાવ ન રહે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ પ્રગટ થાય, દરેક જીવ પ્રત્યે કલ્યાણની કામના વધતી જાય તો સમજવું કે જ્ઞાનસાર // 311