________________ અને મન પત્નીમાં જ હતું માટે સમૂચ્છિમ બન્યો અને પત્નિના માથામાં જ તે તેઈંદ્રિયલીખ તરીકે ઉત્પન્ન થયો. રાગદશા કેટલી ભયાનક છે. યોગ્યનો સત્કાર ન કરાવી શકે. અયોગ્યતાને પ્રગટાવે અને ભવસમુદ્રમાં ડૂબાડે. આથી રાગને જ કાઢવો શ્રેયસ્કર છે. ગૌતમસ્વામીને આ નિમિત્તે રાગ ઓસરી ગયો તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. * જન્માદિ ઉપાધિ ફરી કયારે ન મળે? વિપરીત પરિણામને કારણે મોહ વૃદ્ધિ પામે છે. મોહની અતિશય વૃધ્ધિ મૂચ્છમાં પરિણમે છે તે અવસ્થામાં તે એકેંદ્રિય આદિ ગતિમાં જાય છે ત્યાં જે શરીર મળે તેમાં તે મૂચ્છિત્ત થઈને રહે. “જાઈ - જરા - મરણ - શોક - પણાસણસ્સ” આત્મા પોતાના સ્વ સ્વભાવમાં આવે તો સ્વભાવ જન્મ-ઘડપણ - મરણ - શોક આદિ કર્મકૃતદશાથી નિરાળો બને, પણ વિભાવદશાને કારણે તે તે જાતિમાં રહેલો પોતાને તેવો જ માને છે. આ ઉપાધિજન્ય દશા આવી. પોતે નિરંજન, નિરાકાર, અરૂપી, અગુરુલઘુ, શાશ્વત છે એમ પોતાના સ્વરૂપને ભૂલી ગયો. જેમાં મારા પણું માન્યું એના માટે જીવશે આત્મ-સ્વરૂપ તો એને યાદ પણ નહીં આવે. જન્મ પામે એને જાતિ મળે. ઘણાંને જાતિનો ગર્વ થાય છે. હું મનુષ્ય, હું આર્યવિ. પણ જાતિથી રહિત થઈને જ જીવવાનું છે. આત્માને કોઈ જાતિ નથી. સિદ્ધોમાં પણ બધા સમાન છે. છતાંય જીવ જાતિ માટે -જાતિને સારું લગાડવા માટે જીવશે, વિરૂધ્ધ જાતિવાળા પર દ્વેષ કરશે અને સમાન જાતિવાળા માટે રાગ થશે. હિંદુ - હિંદુ માટે, મુસલમાન -મુસલમાન માટે ઈત્યાત્રિ પોતાની જાતિ માટે મરી ફીટવા તૈયાર થશે, ત્યારે બીજાને મારતા પણ નહીં અચકાય. જાતિ કોને મળે? જે જન્મે એને જાતિ મળે. આ બધો જ વિભાવ જન્મથી મળે છે. પણ હવે એ રીતે જીવવાનું છે કે જન્મ ન મળે, જાતિ ન મળે, જરા ન મળે,. મરણ ન મળે. જાતિના ગૌરવ પર ચાલ્યા તો ફરી જન્મ ને જાતિ મળવાનાં છે. જીવે જીવ માટે જીવવાનું છે એને બદલે એ જાતિ માટે જીવશે અર્થાત્ બીજાના જન્મ-મરણ માટે જીવશે. પણ આ તારું સ્વરૂપ નથી. તારે આ બધા જ પર્યાયોથી જ્ઞાનસાર // 304