________________ ઉપાર્જન કર્યા છે તો થાય. આથી તે વિકલ્પાદિ કરીને મુંઝાય નહીં. વિચારે કે આપણે પરિભ્રમણ કરતાં સ્વરૂપને પ્રગટ ન કર્યું તેથી શરીર રૂપ પિંજરામાં પૂરાયા. . પણ સનતકુમાર ચક્રવર્તી જેવાએ કર્મોના રોગને કાઢવાનો પ્રયત્ન કર્યો. તેમનામાં પોતાના સ્વરૂપનો તત્ત્વથી નિર્ણય હતો કે એ રોગને મનુષ્યભવમાં જ આત્મા કાઢી શકે છે, ને પોતાનો સમગ્ર પુરુષાર્થ એમાં લગાવી દીધો. સમાધિ માટે ઉપચાર કરે પણ આગળ-પાછળ એની ખતવણી ન કરે. માટે મયણાને કોઢીયા પતિનો હાથ પકડતાં વિકલ્પ પણ ન આવ્યો. કર્મના સંયોગે બધું જ થાય. એ તત્ત્વનિર્ણય એનો પાક્કો જ હતો. ને તેથી જ સમાધિમાં રહી શકી. કોઈ દેવી-દેવતાની માનતા એણે નથી કરી શ્રદ્ધાનો પરીણામ એનો કેટલો દૃઢ હશે. આપણે પણ એ જ વિચારવાનું છે કે પૂર્વકૃત સબંધ છે. બાંધ્યા છે તેને જ ભોગવવાના છે. જે આત્મા તત્ત્વથી પરિણત છે તેને વિકલ્પોની હારમાળા નહીં ચાલે, જે છે તે છે તેવો સ્વીકાર કરી લે તો કર્મોના વિસર્જનની શરૂઆત છે અને એમાં જો ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો તો નવા કર્મોનું સર્જન કરશે. જ્ઞાની પુરૂષો કર્મરૂપી નાટકો જગતમાં જુએ છે. બધા જ જીવો સત્તાએ સિદ્ધ સ્વરૂપી હોવા છતાં જે કર્મકૃત વિચિત્રતાઓ દેખાય છે તેને જોતા જ્ઞાની વિચારે છે - આ સ્વરૂપ મારું નથી એમ સમજે છે. આ કર્મકૃત અવસ્થા ક્યારેય સ્થિર હોતી નથી. સતત પરિવર્તન આવ્યા જ કરે છે માટે તેઓ આ જોઈને ખેદ પામતાં નથી. જગતની વિચિત્રતાઓને જોઈને આપણામાં તે વિચિત્રતાઓ ઊભી ન થવી જોઈએ. સર્વજ્ઞતત્ત્વથી જેઓ નિર્ણય કરે છે, તેઓ આ જોઈને પોતાની કર્મકૃત અવસ્થાઓને દૂર કરતાં જાય છે. જ્યારે તત્ત્વ - અપરિણીત જીવો કર્મકૃત અવસ્થાઓને (સ્થિતિઓને) મોહથી વધારતાં જ જાય છે. તત્ત્વ દૃષ્ટિવાળાની આંખ બંધ હોય પણ જગતને વિશે ઉપયોગ તો જ્ઞાનસાર // 283