________________ ચાલે. એકબીજાને ભેટો મોકલે, વ્યવહારને જ ધર્મ માની લે છે. સાધુના તપની ઉજવણીઓ અને પ્રભાવનાઓ ચાલે. કર્મના વિપાકો દ્વારા આત્માને અનેક પ્રકારના સંયોગો, સંબંધોની જે નચિંતવેલી ઘટનાઓની પ્રાપ્તિ થાય છે તો સાધુ તેનાથી ખિન્ન થતો નથી. જેને તત્ત્વ-નિર્ણય ન થયેલો હોય તેને ખિન્નતા થાય કે પુત્ર જનમ્યો ને આવો રોગી? પહેલાં રૂપાળો હોય પછી કાળો બની જાય, શરીર બગડી જાય, મોટું આખું ફરી જાય વિગેરે વિચિત્ર ઘટનાઓ બને છે. ખિન્નતા કરવાથી તે સુધરતું નથી. વધારે કર્મો બંધાય છે. માટે જ તત્ત્વજ્ઞાની ત્યાં અપૂર્વ સમાધિમાં રહી શકે. કર્મના સંયોગે સંબંધો પણ વિચિત્ર મળે. ઘણીવાર પ/૧૫ વર્ષોના સંબંધો થાય પછી આત્મા ચાલ્યો જાય. પછી દુઃખ વ્યક્ત કરતા હતા ત્યારે સહન ન કર્યું ને ગયા પછી યાદ કર્યા કરે ને દુઃખી થાય. મોહના કારણે આત્માઓ ભયંકર દુઃખી થતા હોય છે. ઉપરથી કર્મબંધ વધુ કરતાં હોય છે. આત્માએ સમાધિસ્થ રહેવું એ જ તત્ત્વજ્ઞાન પામવાનું ફળ છે. કર્મનાં ઉદયે સંયોગ અને વિયોગ છે. કર્મ ક્યાંક કોઈને જોડે છે અને ક્યાંક કોઈને વિખૂટા પાડે છે. તેમાં મોહ કરી દુઃખી ન થવાનું હોય. જીવના એક ભવમાં પણ પર્યાયો કેટલાં બધાં ફરતાં હોય તો તેમાં રાગ શું કરવો? તત્ત્વજ્ઞાની હોય જેને તત્ત્વપરિણમી ગયું હોય તે અમૂઢ હોય. જે પોતાના સ્વરૂપને સાધવા ઉદ્યત હોય તે અમૂઢ. સ્વરૂપની રૂચિ ન હોય તો સ્વભાવની પ્રાપ્તિ ન થાય. જિનવાણી હંમેશા ઉત્તમ જીવોને સ્પર્શે. સ્પર્શે. ને સ્પર્શજ એવો અદ્ભૂત જિનવાણીનો મહિમા છે. સમ્યગ્દર્શનનો પરિણામ પણ પ્રગટ ન થાય તો દેશના નિષ્ફળ જાય. માટે જ પરમાત્માની પ્રથમ દેશનાનિષ્ફળ ગઈ હતી. વિશેષાવશ્યકનો પાઠ છે કે દેવો હતાં છતાં પણ કોઈને સમ્યગ્દર્શનનો પરીણામ ન થયો. સમ્યત્વ, દેશવિરતિ, સર્વવિરતિ નો પરિણામ થવો એનું જ મહત્ત્વ છે માટે જ પરમાત્માનું “બોધિદયાણ” વિશેષણ છે તેમના આલંબનથી બોધિ પ્રગટે જ. જ્ઞાનસાર // 285