________________ આપણને ભાન નથી માટે પારકાને સાચવવામાં જ મંડી પડ્યા છીએ. જો આપણને ભાન આવી જાય તો આપણને કોઈની પ્રેરણાની જરૂર ન પડે આપણી જાતે જ પ્રયત્ન કરતા થઈ જઈએ. - જે આત્મા વર્તમાનમાં પોતાનામાં રમી શકે છે. પુગલોના સંયોગથી કર્મનાવિપાકમાં એ આકાશની જેમ લપાતો નથી આત્માનો એ સ્વભાવ જ છે કેમ કે તે અરૂપી છે. હવે એ સ્વભાવ પ્રગટ થયો ક્યારે કહેવાય? અધ્યાત્મબિંદુ માં એ વાત કહી છે. જે આત્મા પોતાના જ્ઞાનગુણ દ્વારા સ્વભાવ અને સ્વરૂપ ને “સ્વ” રૂપે જાણે છે ને અન્ય દ્રવ્યોને “પર” રૂપે જાણે છે, અને એ પ્રમાણે આત્માએ સ્વીકાર કરી લીધો છે, અને “પરથી વિરામ પામી ગયો છે તે જ “સ્વ” માં રમણતા કરે છે. માત્ર જ્ઞાનવરણીયના ક્ષયોપશમને કારણે જાણકારી થવી એ અલગ વાત છે. ને દર્શન મોહનીયના ક્ષયોપશમથી એસ્વિકાર કરે છે કે સર્વશે જે કહ્યું તે છે 100% ની વાત છે ત્યારે તે વિરતીપૂર્વકવિરામ પામી શકે છે. પરને જાણે એટલું ન ચાલે પણ હેય માનીને તેનો ત્યાગ પણ કરે અને ત્યાગ નથી કરી શકતો તો ત્યાં ઉદાસીન પરિણામને કારણે “પર” થી પર થઈ સ્વભાવમાં રમી શકે છે. પરમાં આદર, પ્રીતી, બહુમાન ન થવું ત્યારે જ તે “સ્વ” માં છે એમ કહેવાય. પરના સ્વભાવની કોઈપણ અસર તેનામાં ન હોય. માત્રહવે પોતાને જુએ છે અને પછી જગતને જુએ છે તો પોતાને કોઈ બાધ આવતો નથી પણ જે પોતાને જોતો નથી અને જગતને જોવા જાય છે તો તે જગતનું સર્વશદષ્ટિથી નિરીક્ષણ નહીં કરી શકે. કેમકે તે પોતાનામાં જ નથી..! માટે સર્વજ્ઞ તત્ત્વને પકડી તેના પરિણામ રૂપે થવું. હું વર્તમાનમાં રૂપમાં રહેલો, પણ છું રૂપાતીત! કેવલિ ભગવંત તે જોઈ રહ્યા છે પણ આપણે જોઈ શકતા નથી તેથી તેનો દઢ -શ્રદ્ધારૂપે સ્વીકાર કરવાનો છે. પરની મમતાના પરિણામનો ત્યાગ કરવાનો છે. જ્ઞાનસાર // 275